રાજયમાં નકલીની બોલબાલા છે આ શિરસ્તો અટકતો નથી. રાજકોટમાં સમયાંતરે નકલી પોલીસ ઝળકીને તોડકાંડ કરીેને અસલી પોલીસને દાગ લગાડતી રહે છે. શહેરમાં વધુ એક આવો ક્રાઈમ બ્રાંચના નામે ચરી ખાનારો નકલી પોલીસમેન ઝડપાયો છે. બસ સ્ટેશન પાછળની હોટલમાં સ્ત્રી મિત્ર સાથે ગયેલા પરપ્રાંતીય યુવાનને આંતરીને ધમકાવી કેસ કરવાના નામે યુવતીને બોલાવવાનું કહી ૩૧ હજારનો તોડ (બળજબરીથી નાણા પડાવતા) એ–ડીવીઝન પોલીસે પકડીને ગુનો નોંધ્યો છે. વધુ કાંડ કારનામા કર્યા છે કે કેમ તે મુદ્દે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
શહેરના કોઠારીયા નાકા વિસ્તારમાં રહેતો ૪૪ વર્ષિય પરપ્રાંતીય તેની ી મિત્ર સાથે ગત તા.૩૦૧૨ના રોજ બસ સ્ટેશન પાછળની હોટલ મુનમાં બપોરના ચારેક વાગ્યાના અરસામાં ગયો હતો. એકાદ કલાક બાદ પાંચ વાગ્યે બન્ને નીચે ઉતર્યા હતા. યુવતી તેનું એકટીવા લઈને નીકળી ગઈ હતી. એ સમયે જ ત્યાં પોલીસ જેવો દેખાવ કરીને મીહીર ભાનુભાઈ કુંગશીયા (ઉ.વ.૩૨ રહે. પોપટપરા રામજી મંદિર પાસે) ધસી આવ્યો હતો. યુવકને અટકાવીને હત્પં પોલીસવાળો છું અને હું ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરૂ છું તારી સાથે જે છોકરી હતી તે કોણ હતી અને તું એ છોકરીને લઈને હોટલમાં શું કરવા આવ્યો હતો, તું છોકરી સાથે ખરાબ કામ કરવા માટે આવેલ હતો. તારી સાથે છોકરી હતી તેને તું ફરી અહીં બોલાવ તેમ કહેતા યુવકે પોતાની ફ્રેન્ડ હોવાનું કહ્યું હતું. તમને ક્રાઈમ બ્રાંચમાં લઈ જવા પડશે. ગુનો દાખલ થશે તારૂ નામ ન્યુઝ પેપરમાં આવશે, તમારી બદનામી કરીશ જો આવું ન કરવું હોય તો ૫૦ હજાર આપવા પડશે.
યુવક પાસે ૧૨ હજાર રોકડા હતા તે લઈ લીધા ઉપરાંત તેનો મોબાઈલ ફોન આંચકી લઈને ગુગલ પેમાં બેલેન્સ ચેક કરતા ૧૯ હજાર પડયા હતા. યુવકને આરોપી નકલી પોલીસમેન મીહીર કુંગશીયા તેના બાઈક પર બેસાડીને ઢેબર રોડ પર બેંક ઓફ બરોડાએ લઈ ગયો હતો. યુવકના એટીએમ મારફતે ૧૯ હજાર રૂપિયા વિડ્રો કરીને લઈ લીધા હતા. ત્યાર બાદ યુવકને જવા દીધો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા. તોડબાજ નકલી પોલીસમેન હોટલના રીસેપ્શનના કાઉન્ટર સુધી પણ આવ્યો હતો. ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવાની સુચનાથી એે–ડીવીઝન પીઆઈ આર.જી.બારોટ તથા સ્ટાફે ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસમેનની શોધ કરી હતી. દરમિયાનમાં એએસઆઈ મહેશ લુવા, ધારાભાઈ ગઢવીને બાતમી મળતા ગોંડલ રોડ સુર્યકાંત હોટલ પાસેથી પકડી લીધો હતો. આરોપીની સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ છે. ૩૧ હજાર રૂપિયા કબજે લેવાયા છે. બસ સ્ટેશન પાછળની હોટલોમાં આવું કંઈક છુપુ ચાલતું હોવાથી આવા તત્વોને લાભ મળી જતો હોવાની પણ ચર્ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech