આજકાલ પ્રતિનિધિ-ભાવનગર
શહેરના ઘોઘારોડ વિસ્તારમાં રહેતા યુવાનને ઝેરી દવા પીધેલી હાલતે સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજતા મૃતક યુવાનની માતા સહિતના પરિવારજનો દ્વારા યુવાને પોલીસબા ત્રાસથી એલસીબીની કચેરી નજીક ઝેરી દવા પી લીધી હોવાના આક્ષેપ સાથે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાના નિર્ણય પર અડગ રહી આજે બીજા દિવસે પણ મૃતદેહ સ્વીકાર્યો ન હતો.
ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના ઘોઘારોડ વિસ્તારમાં ફાતિમા કોન્વેન્ટ નજીક રહેતા ખુશાલભાઈ ઉર્ફે જીગર ભરતભાઈ માળી (ઉ. વ. ૨૫)ને ઝેરી દવા પીધેલી હાલતે સરટી હોસ્પિટલના
ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. ગંભીર હાલતે સારવારમાં રહેલા ખુશાલભાઈ ભરતભાઈ માળીનું ગઈકાલે સારવાર દરમ્યાન મોત નીપજતા મૃતક મૃતકના માતા હર્ષાબેન અને ભાઈ સહિતના પરિવારજનોએ ખુશાલભાઈએ પોલીસના ત્રાસથી અને પૈસાની માંગણી કરવામાં આવતા હોવાથી ભાવનગર શહેરની એલસીબીની કચેરી નજીક જ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હોય જ્યાં સુધી તેના મોત પાછળ જવાબદારો સામે પગલાં નહીં ભરાઈ તેમજ મોત અંગે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાના નિર્ણય પર બીજા દિવસે પ્ણ અડગ રહી મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech