BREAKING NEWS

બિસમાર રસ્તાના કારણે ઈજાગ્રસ્ત બાળકના પરિવારજનો રોષે ભરાયા

  • May 07, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંટવામાં ચાર દિવસ પહેલા ખાડાના કારણે એક રીક્ષા પલટી ખાઈ જતા રાહદારી બાળકને ઈજા થઈ હતી. બિસ્માર રસ્તાના કારણે થયેલા અકસ્માતનો ખાર રાખી બાંટવા નગરપાલિકા પ્રમુખ પર ત્રણ શખ્સોએ જીવલેણ હત્પમલો કરી .૧૨ હજારની લૂંટ કર્યા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વધુ વિગત મુજબ રવિવારે બાંટવાના ભીમનાથ રોડ પર નગરપાલિકાની બેદરકારીથી પડેલા ખાડાના કારણે રિક્ષા પલટી ગઈ હતી. અને આ રીક્ષા સાઇકલ લઈને જતાં દસ વર્ષના બાળક પર પઙતા બાળકને પગમાં ઈજા થઈ હતી. જે બાબતના મનદુ:ખનો ખાર રાખી બાળકના પિતા રામા રાજા ગળચરે નગરપાલિકા પ્રમુખ સુનિલભાઈ જેઠવાણીને ફોન પર ગાળો ભાંડી હતી. ત્યારબાદ ગઈકાલે સુનિલભાઈ શાકમાર્કેટ પાસે મોટરસાયકલ સાઈડમાં રાખી ફોન પર વાત કરતા હતા તે સમયે રામા ગળચર, લખમણ ઉર્ફે ગોગો રાજા ગળચર અને અભિષેક રામા ગળચર ત્રણ શખ્સો લોખંડના પાઇપ અને છરી લઈને આવ્યા હતા. અને રામા ગળચરે પ્રમુખને હાથમાં છરી મારી હતી. અને મારો છોકરો ઇજાગ્રસ્ત થયો છે .૬૦ હજારનો ખર્ચ થયેલ તેની ઉઘરાણી કરી ઉસ્કેરાઈ જઈ સુનિલભાઈના ખીસ્સામાંથી .૧૨ હજારની લૂંટ કરી હતી. ત્યારબાદ મોટર સાયકલ પરથી પછાડી લોખંડના પાઇપ વડે માર માર્યેા હતો.
જીવલેણ હત્પમલામાં ઇજાગ્રસ્ત થયેલા બાંટવા નગરપાલિકાના પ્રમુખ સુનિલભાઈ ને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલે ખસેડાયા છે.ત્રણ શખ્સો વિદ્ધ માર મારી ઇજાગ્રસ્ત કરી અને પઠાણી ઉઘરાણી કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી પીએસઆઇ ચુડાસમાએ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News