પત્ની બીમાર હોવાનું કહી રસોઇ કરવા કૌટુંબિક કાકાએ 11 વર્ષની ભત્રીજી ઘરે બોલાવી ને પછી અડપલા કર્યા, પાડોશીને શંકા જતા ભાંડો ફૂટ્યો

  • June 05, 2025 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂખડીયાપરા વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષીય તરૂણીને કૌટુંબિક કાકાએ રૂમમાં પુરી અડપલાં કરી જાતીય સતામણી કર્યા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. જેમાં સૌથી મોટી પુત્રી સાથે તેઓ રાજકોટમાં આવેલી એક હોટલમાં કામ માટે જાય છે તેમજ અન્ય સંતાનો ઘરે હોય છે.


મારી પત્ની બીમાર છે

ગઈકાલે સાંજના સમયે તેમનાથી થોડે દૂર ભગવતીપરામાં રહેતો તેમનો કૌટુંબિક દિયર ઘરે આવ્યો હતો અને જણાવ્યું કે, મારી પત્ની બીમાર છે, તેમને દવાખાને સારવાર માટે પણ લઈ જવી પડે તેમ છે. જેથી તમે તમારી એક પુત્રીને મારી ઘરે રસોઈ કરવા માટે મોકલો. જેથી મહિલાએ તેમની વચેટ 11 વર્ષની દીકરીને તેમને નાના પુત્ર સાથે આરોપીના ઘરે રસોઈ કરવા માટે મોકલી હતી. તરૂણી તેના નાનાભાઈ સાથે આરોપીના ઘરે રસોઈ કરવા માટે ગઈ હતી તે દરમિયાન આરોપીમાં વાસનાનો કીડો સળવળ્યો હતો.પરંતુ ભત્રીજો સાથે હોય ઇરાદો બર આવી શકે તેમ ન હતું.


ભત્રીજાને સિગારેટ લેવા માટે મોકલી દીધો 

જે બાદ આરોપી સાંજના સમયે તરૂણી અને તેના ભાઈને ઘરે મૂકવા માટે આવ્યો હતો ત્યારે પણ તરૂણીનો ભાઈ સાથે હોય જેથી આરોપીએ ભત્રીજાને સિગરેટ લેવા માટે મોકલી દઇ બાદમાં તરૂણીને રૂમમાં પૂરી અડપલાં કરવા લાગ્યો હતો. દરમિયાન પડોશીઓને શંકા જતા તુરંત જ દોડી ગયા હતા અને દરવાજો ખોલતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે બાદ ફરિયાદી ઘરે પહોંચતા તરૂણીએ આપવીતી જણાવ્યા બાદ આ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્ર.નગર પોલીસે આરોપી સામે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પીઆઇ વી.આર.વસાવા તપાસ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application