ઓસ્કારની નવી યાદીમાં ફરાહ અને વિશાલ ભારદ્રાજને સ્થાન
ઓસ્કારની નવી યાદીમાં ફરાહ અને વિશાલ ભારદ્રાજને સ્થાન
June 25, 2026 08:32 AM
ભારતીય સિનેમા પ્રેમીઓ માટે સારા સમાચાર આવ્યા છે. વિશ્વના સૌથી પ્રતિિત ફિલ્મ પુરસકારો, ઓસ્કારનું આયોજન કરતી સંસ્થા, એકેડેમી ઓફ મોશન પિકચર આટર્સ એન્ડ સાયન્સિસે વર્ષ ૨૦૨૬ માટે નવા સભ્યોની યાદી જાહેર કરી છે. આ વર્ષે, વિશ્વભરના ૫૨૯ ફિલ્મ નિર્માતાઓ અને સિનેમા દિગ્ગજોને સભ્ય બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌથી અગત્યનું, આ યાદીમાં ભારતના ઘણા પ્રખયાત સ્ટાર્સ અને પડદા પાછળના નિષ્ણાતોના નામ શામેલ છે. આનો અર્થ એ થયો કે આ ભારતીય સેલિબ્રિટીઓ હવે ઓસ્કારમાં તેમની મનપસદં ફિલ્મો માટે મતદાન કરી શકશે. એકેડેમીના સીઈઓ બિલ ક્રેમર અને પ્રમુખ જેનેટ યાંગે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ''વિશ્વભરના આ અત્પત કલાકારો અમારી સાથે જોડાયા તેનો અમને આનદં છે. તેમણે પોતાની ફિલ્મો અને ઉત્કૃષ્ટ્ર કાર્ય દ્રારા વૈશ્વિક સિનેમાને નવી ઐંચાઈઓ પર પહોંચાડું છે.