બગવદર પંથકની સગીરાનું અપહરણ કરનાર ખેતમજૂર પાંચ વર્ષે ઝડપાયો

  • May 09, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બગવદર પોલીસમથકની હદમાં પાંચ વર્ષ પહેલા મધ્યપ્રદેશનો ખેતમજૂર સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી અને  આ ઇસમ સોઢાણા વિસ્તારમાં ખેતમજૂરી માટે આવ્યો હોવાની માહિતીના આધારે એલ.સી.બી.ની ટીમે દરોડો પાડીને તેને પકડી પાડયો છે.
બગવદર પોલીસ સ્ટેશનમાં  સગીરાના અપહરણનો  ગુન્હો પાંચ વર્ષ પહેલા નોંધાયેલ હોય અને સદરહુ  ગુન્હાના આારોપી પવન અકીલા સોલંકી રહે. ઘે‚ઘાટી ગામ થાણા, વરલા તા. વરલા, જી. બરવાની મધ્યપ્રદેશવાળાએ ફરીયાદીની સગીર વયની દીકરીનું અપહરણ કરી લઇ ગયેલ હોય અને આજદિન સુધી આરોપી તથા ભોગબનાર મળી આવેલ ન હોય. જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જુનાગઢ રેન્જના પોલીસ  મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ ઉપરોકત ગુનાના આરોપી તથા ભોગ બનનારને શોધી  કાઢવા માટે પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા તથા વીરેન્દ્રસિંહ પરમારે આ કેસના કાગળોનો અભ્યાસ કરી ફળદાયક માહિતી મેળવીને માહિતી પર એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ જોષી તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, નાથીબેન કુછડીયાને ટેકનીકલ વર્ક કરી માહિતી મેળવેલ કે સદર ગુનાના કામે નાસતા  ફરતા આરોપી તથા ભોગ બનનાર સોઢાણા ગામ, વડાબીડ સીમ, જાલેશ્ર્વરવાળા રસ્તે આવેલ રાજુ સવદાસભાઇ કારાવદરાની વાડીએ હોવાની હકીકત મળેલ હોય જે હકીકતના આધારે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટબલ નટવરભાઇ ઓડેદરા તથા વીરેન્દ્રસિંહ પરમાર, વુમન એ.એસ.આઇ. ‚પલબેન લખધીર હકીકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા કાશીરામ ઉર્ફે પવન અકલ્યા ઉર્ફે અકીલા સોલંકી ઉ.વ. ૩૦ રહે ગે‚ઘાટી ગામ પુર્વલા ફળીયુ, થાણા, વરલા તા. વરલા, જી. બડવાની, મધ્યપ્રદેશ હાલ સોઢાણા ગામ વડાબીડ સીમ, જાલેશ્ર્વરવાળા રસ્તે આવેલ રાજુ સવદાસભાઇ કારાવદરાનીવાડીએ તા.જી. પોરબંદરવાળોતથા ઉપરોકત ગુનાના ભોગ બનનાર મી આવતા બંનેને ઉપરોકત ગુન્હાના કામે વધુ પૂછપરછ અર્થે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે બગવદર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા, તથા એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વ‚, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા વુમન એ.એસ.આઇ. ‚પલબેન લખધીર, વુમન હેડ કોન્સ્ટેબલનાથીબેન કુછડીયા, પોલીસકોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ  ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application