ગીર ગઢડા તાલુકાના જરગલી ગામ ની સીમમાં જિલ્લાની એસ.ઓ.જી. અને એલ.સી.બી.પોલીસ બ્રાન્ચે પ્રતિબંધિત ગાંજો ૧૧ કિલો ૯૩૬ગ્રામ પિયા ૫ લાખ ૯૬૮૦૦ ની કિંમતનો પકડી પાડી ખેડૂત ની અટક એનડીપીએસ કરી મુજબ ગુનો દાખલ કર્યેા આઠ દિવસ ગીર ગઢડા તાલુકા માં એસ. ઓ.જીની બીજી રેડ કરી સફળતા મેળવી ગીર સોમનાથ જિલ્લાની સ્પેશિયલ ગ્રુપ ઓપરેશન અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા માહિત મળી હતી કે ગીર ગઢડા તાલુકાના જરગલી ગામ ની સીમમાં ગાંજા નું વાવેતર કરેલ હોય તેથી એસઓજી બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. કાગડા અને એલસીબી બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એસ.વી.રાજપૂત અને સ્ટાફ સાથે અધિકારીઓ સાથે રાખી ગીર ગઢડા તાલુકાના જરગલી ગામ ની સીમમાં ધોકા ધાર સીમમાં લાલજી ભાઈ કાળુભાઈ પરમાર કબ્જા ભોગવટા ની ખેતી ની જમીન માં મોટા પ્રમાણમાં ગાંજો ના છોડ નું વાવેતર કરી સુકવી વેચવાની પેરવી કરતા હોય પોલીસે રેડ કેરી સૂકો ગાંજો ના છોડ નું વજન કરતા ૧૧ કિલો ૯૩૬ગ્રામ થયેલ અને તેની આંતરાષ્ટ્ર્રીય બજારકિંમત પિયા ૫.૯૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગીર ગઢડા પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી લાલજી ભાઈ કાળુભાઈ પરમાર (રે. જરગલી) વાળાને એનડીપીએસ કલમ ૮(સી),૨૦(બી),(આઈઆઈ)બી મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને આ આરોપી કેટલા સમય થી ગાંજોનું વાવેતર કરી રહ્યા હતો અને કોને કોને વેચેલ તેની માહિત મેળવી રહેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસે ગત તા ૬૨૨૦૨૬ના રોજ (ગીરગઢડા) ગામે મકાન પાછળ આવેલ ખુલ્લા વાડામા ખેડૂત ભીખાભાઈ અતુભાઈ મકવાણા રે. ગીર ગઢડાને ત્યાંથી ૫૫ કિલો થી વધુ ગાંજોના છોડ પિયા ૨૭.૬૬ લાખનો જથ્થો પકડી લીધો હતો. આમ આઠ દિવસમાં કુલ ૩૩.૬૨ લાખનો ગાંજો પકડી પાડો હતો.