BREAKING NEWS

કાલાવડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીના ત્રણ કેન્દ્ર ચાલુ થતા ખેડૂત ખુશ ખુશાલ

  • November 14, 2025 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કાલાવડ મગફળી ના એક કેન્દ્રથી ખરીદી ત્રણ ચાર દિવસથી ચાલુ હોય પણ વધારે રજીસ્ટ્રેશન હોવાથી ખેડૂતોને ટેકાના ભાવે મગફળી આપવા માટે મોડેથી વારો ન આવે અને ખેડૂતોને કોઈ પરેશાની ન થાય તેને પહોંચી વડવા માટે અન્ય બે કેન્દ્ર જેવા કે રણુજા ચોકડી પર જ ચાલુ કર્યા અગાઉ એક કેન્દ્ર પર ખરીદી  હતી ઉપરાંત બીજા બે કેન્દ્ર રણુજા ચોકડી પાસે ચાલુ કરીને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.


બજારમાં માર્કેટ યાર્ડમાં જે મગફળીના ભાવ રૂપિયા હજાર આજુબાજુ મળતા હોય ત્યારે સરકાર દ્વારા મણ દીઠ રૂ.૧૪૫૨ નો પોષણક્ષમ ભાવ ચૂકવી રહ્યા છે તેમાં પણ ખેડૂતોને થોડી પરેશાની હોય તેવું લાગી રહ્યું હતું અને સરકાર દ્વારા અન્ય કાલાવડ તાલુકામાં બે કેન્દ્ર ચાલુ કર્યા એટલે ટોટલ ત્રણ કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી કરવામાં આવશે જેમાં ૭૬ વિધાનસભા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો તેમજ ખેડૂતો અને વિશાળ સંખ્યામાં નેતાઓ સાથે રહીને મગફળી ટેકાના ભાવે ખરીદી કરે તે માટે અન્ય બે કેન્દ્રો નું પણ શુભારંભ કર્યું કાલાવડ તાલુકાના મગફળીના ખેડૂતોમાં હર્ષની લાગણી પણ ફેલાય રહી હતી અને ખેડૂતો ને કંઈ પણ જાતની અગવડતા ન આવે તે હેતુથી સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application