BREAKING NEWS

રાજકોટમાં મનપાએ રામનાથપરા ફૂલ બજાર બંધ કરાવતા ખેડૂતોએ ધબધબાટી બોલાવી

  • September 21, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રામનાથપરા સ્મશાન પાસે ભરાતી ફલ બજારને વહેલી સવારે છ વાગ્યે મહાપાલિકાના અધિકારીઓએ બધં કરાવતા આજુ બાજુના ગામોમાંથી ફુલ વેંચવા આવેલા ખેડૂતો અને વેપારીઓમાંથી ભારે વિરોધ વંટોળ ઉઠો હતો તેમજ ખેડૂતો ફલ સાથે મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી ગયા હતા. કોર્પેારેશન ચોક તેમજ કચેરીમાં ફુલ ફેંકીને વિરોધ વ્યકત કર્યેા હતો. ફલ માર્કેટના વેપારીઓ અને આસપાસના ગામોના ખેડૂતો મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી. વેપારીઓનું કહેવું છે કે, દરરોજ વહેલી સવારે ૪ થી ૮ વાગ્યા દરમિયાન અહીં ફલોની હરરાજી થાય છે. આજે તે અચાનક બધં કરાવી દેવાતા ખેડૂતોનો તાજો માલ બગડી જવાનો ભય છે અને તેમની રોજીરોટી ઉપર અસર પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફલ માર્કેટ અગાઉ કેસરી પુલ પાસે પારેવડી ચોકમાં રોડ ઉપર ભરાતી હતી. પરંતુ ફુલ બજારને કારણે ત્યાં આગળ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાના કારણે મનપાએ રામનાથપરા પુલ પાસે .૫૦ લાખના ખર્ચે ૮૩ થડા સાથેની નવી ફુલ બજાર બનાવી આપી છે. જો કે, પ્લેટફોર્મની ફાળવણી અને ઐંચા ભાડાને લઈને વેપારીઓમાં અસંતોષ છે. દરમિયાન આજે વેપારીઓએ એવી માંગ કરી હતી કે, નવા માર્કેટમાં તમામને યોગ્ય જગ્યા ન મળે ત્યાં સુધી જૂના સ્થળે ધંધો કરવા દેવામાં આવે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application