વેરાવળના ઉનાળુ પાકની કાપણી પૂરજોશમાં ડીઝલ ન મળતાં ખેડૂતોને ભારે મુશ્કેલી
વેરાવળના ઉનાળુ પાકની કાપણી પૂરજોશમાં ડીઝલ ન મળતાં ખેડૂતોને ભારે મુશ્કેલી
May 19, 2026 04:15 AM
વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે મગ,અડદ,તલ, બાજરી સહિત ની કાપણી ની કામગીરી શ થયેલ છે અને આ કામગીરી પુર જોશમાં શ થયેલ છે પરંતુ આ તમામ ખેત પેદાશો કાઢવા માટે જે મશીનરી નો ઉપયોગ થાય છે તેમા ડિઝલ ની જરિયાત પડે છે અને અત્યારે ડિઝલ પેટ્રોલ પંપો ઉપર મળતું નથી ખેડૂતો ડિઝલ માટે ચારે બાજુ ભટકી રહેલ છે અને મળે તો માત્ર પાંચ લીટર મળે છે તો પાંચ લીટરમા માત્ર એકથી દોઢ કલાક ચાલે છે અને ઓપનર સતત ચાલતું હોય છે તેથી ડિઝલ ની ભયંકર તંગી ઉભી થયેલ છે અને ખેડૂતો ખુબજ મુશ્કેલી મા મુકાયેલા છે કારણ કે ખેતરો ખાલી થાય તો ચોમાસા ના વાવેતર માટે ખેતરો તૈયાર કરવામાં હોય છે.આ બાબતે નાવદ્રાના ખેડૂત રાણાભાઇ ચુડાસમાએ જણાવ્યું કે અત્યારે ખેડૂતોની હાલત ખુબજ ખરાબ છે કારણકે ડિઝલ મળતુ નથી અને મળે છે તો માત્ર પાંચ લીટર મળે છે જેથી ખેડૂતોને પાંચ લીટરમા કાઈ ન થાય તેથી સરકાર ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઇ અને તાત્કાલિક ડિઝલની વ્યવસ્થા કરે બાકી આ પાકો તો બગડશે અને અને આવનારી સીઝન પણ બગડશે.