BREAKING NEWS

ગોંડલના દાળીયા સહિતના ગામોમાં વીજ સમસ્યાને લઈ ખેડૂતોની રજૂઆત

  • October 08, 2026 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દાળીયા સહિત આસપાસના ગામોમાં ખેતીવાડી વીજળીના પ્રશ્નોથી ખેડૂતો મુશ્કેલીમાં છે. અનિયમિત વીજ પુરવઠો અને વારંવાર લાઈટ જવાના કારણે ખેડૂતોએ ધારાસભ્ય ગીતાબા જાડેજાના નિવાસસ્થાને ધારાસભ્ય નાં પ્રતિનિધી  ગણેશભાઈ સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં દાળીયા ઉપરાંત લૂણીવાવ, મેસપર અને કોળીથર સહિતના આસપાસના ગામોના ખેડૂતો પણ જોડાયા હતા.
ખેડૂત ઉપેન્દ્રભાઈ બાબરીયાએ જણાવ્યું કે, 20 વર્ષથી વીજલાઈનનું મેન્ટેનન્સ થયું નથી. ખેતીવાડીમાં તાર નીચા લટકે છે, જેથી જૂના તાર બદલવા જરૂરી છે. વીજ કંપની 'લોડ શેડિંગ'નું બહાનું આપે છે, પણ ફોલ્ટ વધુ છે અને 8 કલાકનો પાવર પણ અનિયમિત રહે છે.
ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈએ ખાતરી આપી કે, આ સમસ્યા અંગે ઉચ્ચ સ્તરે વાતચીત કરી વહેલી તકે વીજ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવશે અને જરૂરી મેન્ટેનન્સ કરાશે. આ રજૂઆત વખતે રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શામતભાઈ બાંભવા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા અને તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application