સરકારી પડતર કે ઓછા ફળદ્રત્પપ વિસ્તારનો વિકલ્પ પસદં કરી રસ્તો બનાવવા માગ; આવતા અઠવાડિયે કલેકટરને રજૂઆ
રાજકોટ તાલુકાના સરધાર ગામ તથા આસપાસના અસરગ્રસ્ત ખેડૂતોએ પ્રસ્તાવિત સિકસ–લેન ગ્રીનફિલ્ડ બાયપાસના વર્તમાન એલાઇનમેન્ટમાં ફેરફાર કરવાની માંગ સાથે રાજકોટ જિલ્લ ા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે હાલના એલાઇનમેન્ટના કારણે વર્ષેાથી ખેતી કરતા ખેડૂતોની પિયત અને ફળદ્રત્પપ જમીનો સંપાદન હેઠળ આવી રહી છે, જેના કારણે અનેક પરિવારોની આજીવિકા સામે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.
ખેડૂતોની રજૂઆત મુજબ, સરધારના મોટાભાગના ખેડૂતો પાસે ખેતીની જમીન જ પરિવારની આવક અને જીવનનિર્વાહનો મુખ્ય ક્રોત છે. બાયપાસ માટે જમીન સંપાદન થવાથી ખેડૂતોની ખેતીની જમીન બે ભાગમાં વહેંચાઈ જવાની અથવા સંપૂર્ણપણે નષ્ટ્ર થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત ખેતરોમાં આવવા–જવાના કુદરતી રસ્તા, અંડરપાસ અને પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને પણ ગંભીર સમસ્યાઓ સર્જાવાની ભીતિ ખેડૂતો દ્રારા વ્યકત કરવામાં આવી છે. જમીનમાં આવેલા સિંચાઈના બોરવેલ, કૂવા, ડિ્રપ ઈરિગેશન પાઈપલાઈનો તથા પાકાં માળખાંને પણ નુકસાન થઈ શકે છે. તેથી એલાઇનમેન્ટમાં થોડો ફેરફાર કરીને નજીકની સરકારી પડતર, ખરાબા અથવા ઓછી ફળદ્રત્પપ જમીનનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોની કિંમતી રોજીરોટી બચાવી શકાય છે. તેમજ બાયપાસ માટે અન્ય સ્થળે અગાઉ થયેલા સર્વેની પણ પુન:સમીક્ષા કરી શકાય છે. અસરગ્રસ્ત ખેડૂતોએ વર્તમાન એલાઇનમેન્ટની તાત્કાલિક પુન:સમીક્ષા કરી ખેડૂતોની જમીન બચાવવાની માંગ કરી છે. જો જાહેર હિતમાં જમીન સંપાદન અનિવાર્ય હોય તો કાયદાકીય જોગવાઈ મુજબ યોગ્ય અને પૂરતું બજારભાવનું વળતર, પુનર્વસન તથા ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે, સરધારના ગ્રામજનો આગામી સાહમાં ફરી આ બાબતે કલેકટરને બ મળી રજૂઆત કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application