BREAKING NEWS

જામનગરની મસ્ત સીવણ ક્લાસીસ દ્વારા ફેશન ડિઝાઇનિંગની સ્પર્ધા યોજાઇ....

  • February 03, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

• આ સ્પર્ધામાં કુલ ૩૦ દીકરીઓ ભાગ લીધો: જેમાં શેખ કનીઝ ફાતેમા વિજેતા બની.....



જામનગરની મસ્ત સીવણ ક્લાસીસ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષ પણ ફેશન ડિઝાઇનિંગની સ્પર્ધા શહેરના કાલાવડ નાકા બહાર આવેલ અરબ જમાત ખાના ખાતે યોજાઇ હતી. જેમાં ૩૦ દીકરીઓ ફેશન ડિઝાઇનિંગની સ્પર્ધા ભાગ લીધો હતો.



આ ફેશન ડિઝાઇનિંગની સ્પર્ધામાં મુખ્ય આયોજક મસ્ત સીવણ ક્લાસીસ ના સંચાલક રેહાનાબેન શેખ હતા અને આ સ્પર્ધામાં જજ તરીકેની ભૂમિકા આઇ.ટી.આઇ
ના​​​​​​​  શિક્ષક દેવાંગી મેડમ દ્વારા કરવામાં આવેલ હતી.



મસ્ત સીવણ ક્લાસીસ દ્વારા આયોજક ફેશન ડિઝાઇનિંગની સ્પર્ધામાં અતિથિ વિશેષ તરીકે વોર્ડ નં.૧૨ ના કોંગી પ્રમુખ અને સામાજીક કાર્યકર મોહસીનભાઇ ખફી, અરબ જમાતના પ્રમુખ રોઝાભાઇ અરબ, સેક્રેટરી સાજીદભાઇ અરબ, અબ્દુલકરીમભાઇ અરબ, સામાજીક કાર્યકર નિઝામભાઇ સફિયા, આસીફભાઇ સમા અને ડો.ઝાહિદભાઇ રાઠોડ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા ઇનામ પણ વિતરણ કરવામાં આવેલ હતો.



આ સ્પર્ધા ફુલ ૩૦ દીકરીઓ ભાગ લીધો હતો. જેમાં ટોપ ૫ વિજેતાને ઇનામ આપવામાં આવ્યા હતા. પાંચમા ક્રમે આશીયાના શેખ, ચોથા ક્રમે પુજાબેન, ત્રીજા ક્રમે ફીઝા મેમણ, બીજા ક્રમે નસીશબને સૈયદ અને ફેશન ડિઝાઇનિંગની સ્પર્ધામાં પ્રથમ વિજેતા કનીઝ ફાતેમા શેખ રહ્યા હતા.

​​​​​​​


આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application