વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ પાસે આગળ જતા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા ગંભીર ઇજા થવાથી પાંચ વર્ષીય માસુમ પુત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે દંપતિને ઈજાઓ થવાથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા યાં યુવકએ દમ તોડી દેતા અકસ્માતની ઘટનામાં પિતા–પુત્રીનું મોત થયું છે. જે દિવસે મેરેજ એનિવર્સરી હતી એજ દિવસે પરિણીતાએ પતિ અને પુત્રીને ગુમાવતા ઘેરો કલ્પાંત સર્જાયો છે.
બનાવની પ્રા વિગત મુજબ વાંકાનેરના રાતી દેવરી ગામે રહેતા મયુરભાઈ રમેશભાઈ પરબતાણી (ઉ.વ.૨૪) ના યુવક ગઈકાલે પત્ની ભાવુબેન (ઉ.વ.૨૨)પુત્રી પ્રીતિ (ઉ.વ.૫)ને બાઇકમાં બેસાડી વાંકાનેરના કાલકા ટેકરીમાં રહેતા સાસુના ઘરેથી રાતી દેવરી ગામ જતા હતા ત્યારે વાંકાનેર પાસેના હસનપર બ્રિજ પાસે સાંજના સમયે આગળ જતા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા દંપતી અને પાંચ વર્ષીય પુત્રી રોડ પર પટકાતા ગંભીર ઇજા થવાથી વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં બાળકી પ્રીતિનું મોત થયું હતું જયારે દંપતીને ગંભીર ઇજા થવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં ટૂંકી સારવાર દરમિયાન મયુભાઈએ દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર મયુરભાઈ ઈંટ ના ભઠામાં કામ કરે છે અને બે ભાઈ એક બહેનમાં નાના હતા જયારે જયારે મૃત્યુ પામનાર પ્રીતિ એક સંતાન હતી. ગઈકાલે દંપતીની મેરેજ એનિવર્સરી હોવાથી વાંકાનેર રહેતા સાસુને પગેલાગવાં માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડો હતો. પિતા–પુત્રીના મોતથી કોળી પરિવારમાં શોકમાં ગરકાવ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech