BREAKING NEWS

બે દિવસ કાર માંગી પરત ન આપી પિતાએ પુત્ર સાથે 6.41 લાખની કરી છેતરપિંડી

  • January 08, 2026 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના નાનામવા શાસ્ત્રીનગર સ્વસ્તિક વન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઇન્વેસ્ટમેન્ટ નો વ્યવસાય કરતા યુવક પાસે અલગ રહેતા પિતાએ બે દિવસ માટે કાર લઈ ગયા બાદ પુત્ર એ કાર માંગતા કાર આપવાની થતી નથી થાય તે કરી લેજે તેમ કહી પિતાએ હાથ ઊંચા કરી લેતા પુત્ર એ પિતા સામે તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.


પોલીસોમાંથી મળતી વિગતો મુજબ શહેરના નાનામવા રોડ પર સ્વસ્તિક વન એપાર્ટમેન્ટમાં રહેતા વિરાજ વિપુલભાઈ મહેતા ઉ.વ.27 એ પિતા વિપુલ સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે વીર ઈન્વેસ્ટમેન્ટ નામે ધંધો કરતો હોવાનું દાદા-દાદી સાથે ઉપરોક્ત સરનામે રહે છે. માતા-પિતાના 16 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા.


ત્યારબાદ પિતા વિપુલભાઈએ બીજાલગ્ન કર્યા હોય પરંતુ પુત્રને નવી માતા સાથેન ભળતાં તે અલગ રહે છે,ગત 20/06ના રોજ પિતા વિપુલભાઈ તેમના પુત્રના ઘરે આવ્યા હતા. તેમણે પોતાને જરૂરિયાત હોવાનું જણાવી પુત્રના નામની કાર એક-બે દિવસ માટે માગી હતી.


જેથી વોક્સ વેગનકાર આપ્યા બાદ પિતાએ પુત્રને એવો વિશ્વાસ આપ્યો હતો કે, જો તું કાર તારી પાસે રાખીશ તો લેણદારો લઈ જશે, એના કરતા હું કાર વેચીને તને તારા પૈસા પરત આપી દઈશ,જોકે લાંબો સમય વિતવા છતાં પિતાએ કાર વેચી ન હતી અને જ્યારે પુત્રએ પોતાની કાર પરત માગી ત્યારે પિતાએ તે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.


પિતાએ ઉદ્ધત વર્તન કરતા જણાવ્યું હતું કે, મારે તારી પાસેથી પૈસા લેવાના બાકી છે એટલે કાર આપવાની નથી, તારે જે કરવું હોય તે કરી લેજે તેવું કહેતા અંતે વિરાજ મહેતાએ તાલુકા પોલીસ મથકમાં પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application