ખાંભાના ડેડાણ ગામે પિતા જ પુત્રી માટે જમ બન્યા હતા. પુત્રીને હિન્દૂ યુવક સાથે પ્રેમ સબધં હોવાથી તેની સાથે લ કરવા માગતી હતી પરંતુ સમાજમાં આબ જવાની બીકે પિતાએ ગળું દબાવી હંમેશા માટે શાંત કરી દીધી હતી. બનાવ પૂર્વે ઘરમાં ઝગડો થતા યુવતીએ ૧૮૧ હેલ્પ લાઈનમાં ફોન કરતા ૧૮૧ની ટિમ ઘરે પહોંચી હતી ત્યાં જઈ પરિવારને પૂછતાં દીકરી સૂતી છે, જગાડતા નહીં તેમ કહેતા ૧૮૧ની ટીમે શંકા જવાથી પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી અને તપાસ કરતા હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે પિતાની સ્થળ પરથી ધરપકડ કરી છે.
પુત્રીનું તરફડિયા મારી મોત નીપજ્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ ડેડાણ ગામે રહેતી ઇશિતા મજીદભાઈ ખોખર (ઉ.વ.૨૨)નીય યુવતી ગઈકાલે સાંજે ઘરે હતી ત્યારે પિતા મજીદભાઈ ગુલાબભાઇ ખોખરે ગળું દબાવતા પુત્રીનું તરફડીયા મારી મોત નીપજ્યું હતું. પિતા મજીદભાઈએ ઘટનાને અંજામ આપ્યો એ પૂર્વે ઘરમાં દીકરી સાથે ઝગડો થવાથી ૧૮૧ હેલ્પ લાઈનમાં ફોન કરતા ૧૮૧ ની વાન ઘરે પહોંચી હતી અને ફોન કરનાર યુવતી વિશે પૂછતાં પરિવારે સૂતી છે, બોલાવતા નહીં, કહેતા ૧૮૧ની ટીમ વાત કરવાનું કહેતા પરિવારજનો અડચણરૂપ બનતા હોવાથી અજુગતું હોવાની શંકા લાગતા ખાંભા પોલીસને જાણ કરી હતી.
યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી
પોલીસ સ્ટાફ સ્થળ પર આવી તપાસ કરતા યુવતી બેભાન હાલતમાં મળી આવતા ૧૦૮ને જાણ કરી હતી ઇએમટીએ જોઈ તપાસી મૃત હોવાનું જાહેર કરતા પોલીસે પરિવારની આકરી પુછપરછ કરતા પિતાએ જ દીકરીનું ગળું દબાવી હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપતા પોલીસે પિતાને સંકજામાં લઈ પૂછતાછ હાથ ધરતા દીકરીને ગામ રહેતા કાના નામના હિન્દૂ યુવક સાથે પ્રેમ સબધં હોય અને ત્યાં લ કરવા હતા. પરંતુ દીકરીને સમાજમાં સગાઇ લ માટેનું કહેતા તે ના પાડતી હતી આથી દીકરી અન્ય યુવક સાથે લ કરે તો સમાજમાં આબ જવાની બીકે ગળું દબાવી દીધું હતું. પોલીસે જ ફરિયાદ બની પિતાની કાયદેસરની ધરપકડ કરી વધુ તપાસ ધારી પીઆઈ એ.એમ.દેસાઇ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech