BREAKING NEWS

મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવા માટે પિતાએ જ પોતાની સગી દીકરીને મારી નાખી

  • February 03, 2026 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તેલંગાણા રાજ્યના નઝામાબાદ જિલ્લાના કુંડમંગલે વિસ્તારમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્રના નંદેડ જિલ્લાના કેરુડ ગામના ૨૮ વર્ષીય પિતાએ પોતાની ૬ વર્ષીય દીકરીને મારી નાખ્યાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, પિતાનું આ ભયાનક પગલું મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયત ચુંટણી માટે લાગુ થયેલા ‘બે‑બાળકોના નિયમને કારને લેવાયું હતું. આ નિયમ મુજબ, જો કોઈ ઉમેદવારનેબે કરતા વધુ સંતાનો હોય તો તે ગામ અથવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લાયક નથી ગણાતો. તે વ્યક્તિને ત્રણ સંતાનો હતા.

ઘટના ૨૯ જાન્યુઆરીની હોવાનું જાણવા મળે છે. પિતાએ દીકરીને નીજામસાગર કેસી કેનાલમાં ફેંકી દીધી હતી, જેથી બાળકનું મોત થયું. આ ઘટનાની માહિતી નજીકના રહેવાસીઓને મળતાં તેઓ તરત યેડપલ્લી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી , અને પોલીસએ લાશ કાઢી તપાસ શરૂ કરી હતી.

પ્રારંભમાં આ ઘટનાને પોલીસ શંકાસ્પદ મૃત્યુ તરીકે નોંધ્યું હતું. તત્પશ્ચાત, સ્થાનિક લોકોને દીકરીની તસવીરો વોટ્સએપ ગ્રુપમાં ફેલાવતાં, તેની ઓળખ સરપંચની પુત્રી તરીકે થઈ, અને પોલીસે પિતાને પૂછપરછ માટે બોલાવ્યો. પૂછપરછ દરમિયાન તેણે હત્યા કબૂલ કરી.

પોલીસે પિતાની સાથે ગામના હાલના સરપંચ ગણેશ શિન્દેને પણ ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે પિતાએ પહેલા દીકરીને દત્તક અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જન્મપ્રમાણપત્રમાં ફેરફાર ન કરી શક્યા હોવાથી આ યોજના નિષ્ફળ રહી. ત્યારબાદ તેણે પાણીમાં ફેંકવાનો ભયાનક નિર્ણય લીધો.

પોલીસે જણાવ્યું કે પિતાની આ હત્યાનું મુખ્ય કારણ રાજકીય લક્ષ્ય હતું. ૨૮ વર્ષીય પિતા હોવા છતાં, ત્રણ સંતાનો ધરાવતા હોવાથી, તે ગામની પંચાયત ચૂંટણી માટે લાયક ગણાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ કટુ અને ભયાનક પગલાએ માનવતાના મૂળ્યો પર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો.

આ ઘટનાએ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, સમગ્ર દેશભરમાં સોશિયલ મીડિયા અને સામાજિક મંચો પર ભારે ચર્ચા જમાવી છે. નિષ્ણાતો માને છે કે નાગરિક નિયમો અને માનવતાના મૂલ્યો વચ્ચે સંતુલન જાળવવું આવશ્યક છે અને આવા કિસ્સાઓ સામે કાયદેસભર કડક પગલાં લેવાં જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application