દેશની આર્થિક રાજધાની મુંબઈના વિક્રોલીના કૈલાશ બિઝનેસ પાર્કમાં સ્લેબ ધરાશાયી થવાને કારણે પિતા અને તેના પુત્રના મોત નીપયા છે.મહારાષ્ટ્ર્રની રાજધાની મુંબઈના વિક્રોલી વેસ્ટમાં ટાટા પાવર હાઉસની નજીકના કૈલાશ બિઝનેસ પાર્કમાં ચાલી રહેલા બાંધકામનો સ્લેબ તૂટી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. બીએમસીના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ૧૦ વર્ષના બાળક અને ૩૮ વર્ષના એક વ્યકિત સહિત બે લોકોના મોત થયા છે.આ ઘટના રાત્રે મુંબઈના વિક્રોલીમાં બની હતી યારે એક ૧૦ વર્ષનો છોકરો તેના સિકયુરિટી ગાર્ડ પિતાને ખાવાનું આપવા ગયો હતો અને ભારે વરસાદને કારણે બાળક તેના પિતા સાથે હતો. આ દરમિયાન નિર્માણાધીન ઈમારત (ઋ૫)નો એક ભાગ પિતા–પુત્ર પર પડો, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. મૃતકોની ઓળખ નાગેશ રેડ્ડી (૩૮) અને રોહિત રેડ્ડી (૧૦) તરીકે થઈ છે
ભારતીય હવામાન વિભાગ મુંબઈ કેન્દ્રે સોમવારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આઈએમડી અનુસાર, આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન મુંબઈ સહિત રત્નાગિરી, સિંધુદુર્ગ, રાયગઢ, ઔરંગાબાદ, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ અને લાતુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આઈએમડી એ પણ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે.વિક્રોલી બિઝનેસ પાર્કમાં સ્લેબ પડવાની ઘટના બાદ મુંબઈમાં હાલ શાંતિ છે.
૧૦ દિવસ અગાઉ પણ બે લોકોના મોત થયા હતા
૩૧ મે, ૨૦૨૪ના રોજ વિક્રોલીના કન્નમ્વર નગરમાં સ્લેબ ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા હતા. બીજા માળનો સ્લેબ પહેલા માળે પડતાં આ ઘટના બની હતી. આ ઈમારત ખૂબ જ જૂની હતી અને તેની ખરાબ હાલતને કારણે ઘણા પરિવારો તેમના ઘર છોડીને ચાલ્યા ગયા હતા. યારે કેટલાક લોકો તેમના લેટ ખાલી કરવાની યોજના બનાવી રહ્યા હતા.ત્યારે આ દુર્ઘટના બની હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech