BREAKING NEWS

ફેડ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા ફુગાવો ઘટાડવો એ મોટો પડકાર

  • July 30, 2026 05:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે, બુધવારે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે. જેનાથી હવે વધતો ફુગાવો નિયંત્રણમાં કેમ લેવો તે મુદો પેચીદો બની રહ્યો હોય તેવું ચિત્ર ખડું થઈ રહ્યું છે. બેન્ચમાર્ક વ્યાજ દર 3.5 થી 3.75 ટકાની રેન્જમાં રાખવાનું અપેક્ષિત હતું પરંતુ એવું બન્યું નથી.જો કે આ નિર્ણયથી યુએસ સેન્ટ્રલ બેંકના વડા કેવિન વોર્શ ફુગાવાને 2 ટકા પર પાછો લાવવાની તેમની પ્રતિબદ્ધતા કેવી રીતે પૂર્ણ કરશે તે અંગે પ્રશ્નો ઉભા થઈ શકે છે.આ મુદે પોલિસી બનાવતી ૧૨ સભ્યોની 'ફેડરલ ઓપન માર્કેટ કમિટી'માંથી ૩ સભ્યોએ અસહમતિ દર્શાવી હતી. અમેરિકાની સેન્ટ્રલ બેંકના વડા કેવિન વાર્શ સામે સૌથી મોટો પડકાર દેશમાં ફુગાવાને (મોંઘવારી દરને) ૨ ટકા સુધી નીચે લાવવાનો છે. વ્યાજદરો સ્થિર રાખવાના આ નિર્ણય બાદ હવે આર્થિક નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે કે બેંક પોતાના આ લક્ષ્યાંકને કઈ રીતે પ્રાપ્ત કરશે, કારણ કે વ્યાજદરો ન વધારવાથી ફુગાવો ઝડપથી ઘટે નહીં તેવી શક્યતા રહે છે. બજારને વ્યાજદરો સ્થિર રહેવાની અપેક્ષા તો હતી જ, પરંતુ ૧૨ માંથી ૩ સભ્યોએ આ નિર્ણયનો વિરોધ કર્યો તે દર્શાવે છે કે બેંકની અંદર જ આર્થિક નીતિઓ અંગે એકમતી નથી. અસહમતિ દર્શાવનારા સભ્યોનું માનવું હોઈ શકે છે કે મોંઘવારી ડામવા માટે વ્યાજદરમાં ફેરફાર કરવો જરૂરી હતો.વ્યાજદરો સ્થિર રહેવાથી વ્યક્તિગત અને વ્યાપારી લોનના દર હાલ તુરંત વધશે નહીં, જેથી ધિરાણ લેનારાઓને રાહત મળશે.તો બીજી તરફ યુએસ ફેડરલ રિઝર્વના આ નિર્ણયોની અસર ભારત સહિત દુનિયાભરના શેરબજારો અને કરન્સી (ચલણ) ના મૂલ્ય પર સીધી જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application