BREAKING NEWS

લેન્ડ રીસર્વેની કામગીરીમાં લાયસન્સી સર્વેયરોને ચુકવાતી ફીમા કરાયો વધારો

  • December 10, 2025 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજ્યમાં ખેતીની જમીન રીસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડસ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ અંતર્ગત જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી રાજ્યના 33 જિલ્લામાં હાથ કરવામાં આવી છે઼ રિ સર્વે પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારણાની કામગીરી માટે અત્યાર સુધી લાઇસન્સી સર્વેયરોને સક્રુટીની ફી ની રકમના 10% અથવા સર્વે નંબર દીઠ રૂપિયા 100 બે માંથી જે વધુ હોય તે રકમ કાપી લઈને બાકીની રકમ ચૂકવવામાં આવતી હતી. સરકારે હવે આમાં સુધારો કર્યો છે અને સાદી માપણી ફી ના દર મુજબ રેગ્યુલર સર્વેયર અને લાયસન્સી સર્વેયરની ટીમે કરેલ સર્વે માપણી કામગીરીના 50% લેખે જે ફી થાય તે મુજબનું મહેનતાણું લાઇસન્સી સર્વેયર ને ચૂકવવાનો નિર્ણય કરાયો છે.

રેવન્યુ વિભાગ દ્વારા આ સંદર્ભે જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી માટે અરજદાર પાસેથી કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી઼ જોકે આ કામગીરીના કારણે નવું રેકોર્ડ ઊભું થાય છે અને સર્વેયરો દ્વારા હદ માપણી, પૈકી માપણી, હિસ્સા માપણી, બીન ખેતીની માપણી સહિતની કામગીરી કરવામાં આવે છે.

હાલ સર્વે નંબર દીઠ નક્કી કરેલ માપણી માંથી 10% સક્રુટીની ફી ની રકમ અથવા સર્વે નંબર દીઠ રૂપિયા 100 બે માંથી જે વધુ હોય તે રકમ કાપી લઈને બાકીની રકમ લાઇસન્સી સર્વેયરોને ચૂકવવામાં આવે છે. રી સર્વે સુધારાની કામગીરી સરકારી કચેરીના રેગ્યુલર સર્વેયર અને લાયસન્સી સર્વેયરોની ટીમ બનીને સંયુક્ત રીતે કરવાની થતી હોવાથી સાદી માપણી ફીના દર મુજબ ટીમે કરેલ રી સર્વે માપણી કામગીરીના 50% લેખે જે ફી થાય તે મુજબનું મહેનતાણું લાઇસન્સી સર્વેરોને ચૂકવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News