ધ ઓડિસીમાં મહિલા સ્ટટં પરફોર્મરે નિભાવી છે 'બોડી ડબલ'ની ભૂમિકા
ધ ઓડિસીમાં મહિલા સ્ટટં પરફોર્મરે નિભાવી છે 'બોડી ડબલ'ની ભૂમિકા
July 22, 2026 10:04 AM
ઓસ્કાર એવોર્ડ વિજેતા ડિરેકટર ક્રિસ્ટોફર નોલનની તાજેતરમાં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'ધ ઓડિસી' વિશ્વભરમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં ઈથાકાના મહાન ગ્રીક રાજા ઓડિસિયસની ભૂમિકા ભજવનારા પ્રખયાત અભિનેતા મેટ ડેમને ફિલ્મ સાથે જોડાયેલો એક ચોંકાવનારો ખુલાસો કર્યેા છે. મેટ ડેમને જણાવ્યું છે કે આ ફિલ્મમાં તેમના કેટલાક સ્ટટં સીન માટે એક ફીમેલ સ્ટટં પરફોર્મરે બોડી ડબલ તરીકે કામ કયુ હતું. ફિલ્મના પ્રમોશન દરમિયાન જોશુઆ હોરોવિટઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં મેટ ડેમને પુષ્ટ્રિ કરી હતી કે 'ધ ઓડિસી'ના કેટલાક મહત્વના શૂટિંગ સીન્સમાં મહિલા સ્ટટં પરફોર્મરે તેમનું બોડી ડબલ કયુ હતું. તેમણે મહિલા સ્ટટં પરફોર્મર વિશે વાત કરતા કહ્યું, ''ફિલ્મમાં મારા સ્ટટં ડબલમાંથી એક મહિલા હતી, જેમનું નામ ડેવિન ડોલ્ટન છે. તેમના મસલ્સ અને હાથ જેટલા મજબૂત છે તેવા મેં અત્યાર સુધી કોઈ અન્ય મહિલામાં નથી જોયા. તેઓ ખૂબ જ શકિતશાળી અને પ્રભાવશાળી છે. ફિલ્મના 'લેસ્ટિ્રગોનિયન્સ' સીન માટે યારે અમે ફોસર્ડ પસ્ર્પેકિટવ ટેકનિક પર કામ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક ૭ ફીટ ઐંચા સ્ટંટમેન હતા અને કેટલાક ૫ ફીટથી ઓછી ઐંચાઈ ધરાવતા સ્ટંટમેન હતા. તે સમયે ડેવિને મારો ડબલ રોલ નિભાવ્યો હતો. એક મહિલા સ્ટટં પરફોર્મર તરીકે તેમણે પોતાનું કામ અત્યતં અત્પત રીતે કયુ હતું. ડેવિન ડોલ્ટન એક પ્રોફેશનલ સ્ટટં પરફોર્મર અને ફીમેલ બોડી બિલ્ડર છે. તેઓ અગાઉ પણ કેટલીય હોલિવૂડ ફિલ્મોમાં બોડી ડબલ તરીકે સ્ટટં કરી ચૂકયા છે. ક્રિસ્ટોફર નોલનની આ ફિલ્મ વિશ્વભરની સાથે ભારતમાં પણ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. રિલીઝના પ્રથમ ૫ જ દિવસમાં આ ફિલ્મે ભારતીય બોકસ ઓફિસ પર ૭૫ કરોડથી વધુનો કારોબાર કરી લીધો છે