BREAKING NEWS

રાજકોટમાં મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી...કારચાલકને ચાર ફડાકા ઝીંકી દીધા, જુઓ વાયરલ વીડિયો

  • November 21, 2025 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં મહિલા ટ્રાફિક પોલીસના વર્તન અંગે ફરી એકવાર ચર્ચા જાગી છે. યાજ્ઞિક રોડ પર 18મી તારીખે બનેલી ઘટનાનો વીડિયો અને સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, નો-પાર્કિંગ ઝોનમાં લોક મારવામાં આવી રહ્યું હતું ત્યારે એક કાર માલિકે વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીએ પોતાની શાંતિ ગુમાવતાં જાહેરમાં કાર ચાલકને ત્રણથી ચાર લાફા ઝીંક્યા અને સાથે ગાળો પણ આપી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.


આ વિસ્તારમાં વેપારીઓ અને રહેશીઓએ પણ દાવો કર્યો છે કે કાર પાર્કિંગમાં જ ઉભી હોવા છતાં તેને લોક મારી દેવામાં આવ્યો હતો, જેના કારણે ડ્રાઇવર વાદવિવાદ કરવા આવ્યો અને બાદમાં સમગ્ર મુદ્દો ઉગ્ર બન્યો. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં મહિલા ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચેનો તણાવ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે, જોકે ઘટનાની સંપૂર્ણ સત્યતા શું છે તે જાણી શકાયું નથી.


પોલીસ વિભાગને આ સમગ્ર ઘટનાના સીસીટીવી મળ્યા બાદ હવે આંતરિક તપાસ શરૂ કરવાની ચર્ચા છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે ફૂટેજના આધારે ઘટનાની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે અને નિયમ મુજબ જો કોઈ કર્મચારીની ભૂલ જણાશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. બીજી તરફ, સ્થાનિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે ટ્રાફિક પોલીસ દ્વારા થતા આવા વિવાદોને અટકાવવા માટે કડક માર્ગદર્શિકા અમલમાં મૂકવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News