રંગીલા રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલી પ્રખ્યાત 'ખાવ ગલી'માં ગ્રાહક અને વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બબાલ થવાની એક ઘટના સામે આવી છે. ખાણીપીણી માટે જાણીતી આ ગલીમાં અચાનક સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જાહેર રસ્તા પર જ બંને પક્ષો વચ્ચે થયેલી આ બબાલ અને બોલાચાલીના દ્રશ્યો ત્યાં હાજર લોકોના કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેના વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.
અચાનક સર્જાયેલી આ બબાલના કારણે ઘટનાસ્થળે સ્થાનિકો અને રાહદારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. જાહેર રસ્તા પર જ હોબાળો મચતા થોડા સમય માટે સમગ્ર ખાવ ગલી વિસ્તારમાં અફરાતફરી અને કૌતુકનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સદ્નસીબે આ ઝઘડામાં કોઈ મોટી હિંસક ઘટના કે ગંભીર જાનહાનિ થઈ નથી, પરંતુ જાહેરમાં થયેલી આ બબાલના કારણે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઉગ્ર બબાલ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી. ખાણીપીણીની વસ્તુના ભાવ કે ગુણવત્તા બાબતે આ ઝઘડો થયો હતો કે પછી અન્ય કોઈ જૂની અદાવત હતી તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application