BREAKING NEWS

યમનના અદન એરપોર્ટ પર ભીષણ મિસાઈલ હુમલો: 10 દિવસમાં બીજી વખત બન્યું નિશાન, ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ પર આરોપ

  • October 17, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યમનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બંદરગાહ શહેર અદન સ્થિત એરપોર્ટ પર શુક્રવાર રાત્રે બે ખતરનાક મિસાઈલો ઝીંકાયાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 10 દિવસથી પણ ઓછા સમયમાં એરપોર્ટ પર થયેલો આ બીજો મોટો હુમલો છે, અને આ હુમલા પાછળ ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓનો હાથ હોવાનું માનવામાં આવે છે. સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.


વિમાનથી માત્ર 500 મીટર દૂર પડી મિસાઈલ
 
યમન સરકારના સૂચના મંત્રીએ આપેલી માહિતી મુજબ આ વખતે મિસાઈલો 'યમેનિયા એરવેઝ'ના એક વિમાનથી આશરે 500 મીટરના અંતરે જઈને પડી હતી, જે વિમાન ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું. અગાઉ ૭ ઓક્ટોબરે પણ હૂતી વિદ્રોહીઓએ આ જ એરપોર્ટ પર બે મિસાઈલો દાગી હતી, જેમાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.


સરકારી પરિસરમાં પણ હુમલો અને વધતો તણાવ

અદનમાં માત્ર બે દિવસની અંદર આ બીજો મોટો હુમલો થયો છે. ગુરુવારે જ હૂતી વિદ્રોહીઓએ અદનમાં આવેલા સરકારી (મહેલ) પરિસરને નિશાન બનાવીને હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા.


બીજી તરફ વિદ્રોહીઓના એક લશ્કરી અધિકારીએ હૂતી-નિયંત્રિત 'સબા' સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે તેમણે એરપોર્ટ નજીક આવેલા એક લશ્કરી ઠાકાણાને નિશાન બનાવ્યું હતું. આ ઠેકાણા પર સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળની સેનાનું કમાન્ડ સેન્ટર અને શસ્ત્રોનું ડિવો પણ આવેલું છે.


સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા આ મહિને એક મોટું લશ્કરી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ વિદ્રોહીઓને આ વ્યૂહાત્મક જગ્યાથી ખદેડીને તે વિસ્તારો પર ફરીથી નિયંત્રણ મેળવવાનો છે. ઈરાન સાથે સંકળાયેલા આ સંઘર્ષમાં હવે હિંસા વધુ ઉગ્ર બની છે, જ્યાં વિદ્રોહીઓ પડોશી દેશ સાઉદી અરેબિયા અને યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર બંનેને નિશાન બનાવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application