શાપરના પડવલા ફાટક પાસે રીક્ષા અને કાર સામસામે આવી જતા વાહન સાઈડમાં લેવા બાબતે બંને ચાલકો સામે બોલાચાલી થયા બાદ ઝગડો થવાથી સામસામે ધોકા પાઇપથી હુમલો કરવામાં આવતા બંનેને ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા રિક્ષા ચાલકનો હાથ ભાંગી ગયાનું નિદાન થતા દાખલ કરવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રીંગરોડ પર આંબેડકરનગરમાં રહેતો ચેતન કિશોરભાઈ બગડા (ઉ.વ.40) સાંજે રિક્ષા લઈને શાપરથી પડવલા તરફ મુસાફરોને બેસાડી જતો હતો ત્યારે સામેથી આવતી કારને પાછળ લેવાનું કહેતા કાર ચાલક અશ્વિન કરશનભાઇ વઘેરા (ઉ.વ.34-રહે-પડવલા)એ રિક્ષા પાછળ લેવાનું કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી દરમિયાન કાર ચાલક અશ્વિન તેમજ તેની સાથેના હકુભાએ કારમાંથી ઉતરી ધોકા-પાઇપ વડે હુમલો કરતા રિક્ષા ચાલકના હાથમાં ઈજાઓ થઇ હતી. માણસો ભેગા થઇ જતા બંને ભાગી ગયા હતા. રિક્ષા ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાથ ભાંગી ગયાનું નિદાન થયું હતું.
જયારે સામાપક્ષે પણ કાર ચાલક અશ્વિન વઘેરા સિવિલમાં દાખલ થયો હતો અને પોતાને રિક્ષા ચાલક અજાણ્યા શખ્સે ધોકાથી મારમાર્યો હોવાનું જણાવ્યું હતું. બંનેની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધી શાપર પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application