શહેરના આજી જીઆઇડીસી પાસે રહેતા બે યુપીના પરિવાર વચ્ચે મારમારી થઇ હતી.જેમાં મહિલા સહિત ત્રણને ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. મહિલા વિશે ખોટી વાતો કરવા બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજી જીઆઇડીસી પાસે આનંદનગર-૨ માં રહેતા મૂળ યુ.પીના વતની ગુડીયાબેન જેનુદીન ઇદ્રીશી(ઉ.વ ૪૦ રહે. આનંદનગર-૨ રાજકોટ, મૂળ યુ.પી) અને સામાપક્ષે પ્યારેલાલ કમરૂદીન બાગબાન(ઉ.વ ૪૯) અને તેના પુત્ર ખુશ્બુદીનને ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જેથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી થોરાળા પોલીસને જાણ કરી હતી.
બનવાની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, પ્યારેલાલ ગુડીયા વીશે ખોટી વાત કરતો હોવાની જાણ થતા ગુડીયા તેનો જેનુદીન આ બાબતે પ્યારેલાલ સાથે વાત કરતા તેણે સાંજે મળવા આવ્યા કહ્યું હતું. બાદમાં બંને પરિવાર રાત્રીના ભેગા થતા ગુડીયા પર ખુશ્બુદીન, પ્યારેલાલ અને અજાણ્યા શખસે મળી પાઇપ વડે હુમલો કર્યો હતો. જયારે સામાપક્ષે સલમાન, જેનુદીન અને અજાણ્યા શખસે હુમલો કરતા પ્યારેલાલ અને તેના પુત્ર ખુશ્બુદીનને ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech