પોરબંદરમાં પિયાની ઉઘરાણી પ્રશ્ર્ને કડીયાપ્લોટ વિસ્તારમાં થઇ મારામારી
પોરબંદરમાં પિયાની ઉઘરાણી પ્રશ્ર્ને કડીયાપ્લોટ વિસ્તારમાં થઇ મારામારી
November 24, 2025 03:13 PM
પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં પિયાની ઉઘરાણી પ્રશ્ર્ને મારામારી થતા બંને પક્ષે ઘવાયેલા યુવાનોને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે લવાયા હતા અને બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી. પાંચ હજાર પિયાની લેતીદેતીની ફરિયાદ પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં. ૩માં રહેતા મયુર રમેશભાઇ મકવાણા નામના ૨૮ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાભાઇ હર્ષદ રમેશ મકવાણાએ તેમના લતામાં રહેતા દીપેશ અરવિંદ ચૌહાણ પાસેથી ૫૦૦૦ ા. ઉછીના લીધા હતા. પિયાની લેતીદેતી બાબતે ફરિયાદીના ભાઇના મિત્રો દીપેશ અને શિવમે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને એ વાત ફરિયાદી મયુરે તેના ભાઇ હર્ષદને કરી હતી. જેથી એ સમયથી પિયાની લેતીદેતી બાબતે શિવમ અને દિપેશ સાથે માથાકૂટ ચાલતી હતી. તા. ૨૧-૧૧-૨૫ના રાત્રે ફરિયાદી પાનની દુકાન પાસે ઉભો હતો ત્યારે શિવમ અરવિંદ ઉર્ફે અર્જુ ચૌહાણ પોતાના મોબાઇલ પર વાત કરતો કરતો આવતો હતો અને તે ફરિયાદીના ભાઇ સાથે જ વાત કરતો હતો. તે સમજી ગયો હતો. શિવમના હાથમાં લાકડાનો ધોકો પણ હતો અને તેણે મયુર પાસે આવીને એવુ કહ્યુ હતુ કે, ‘કયા છે તારો ભાઇ? બોલાવ’ અથી ફરિયાદીએ તેને ‘તારે કરવુ શું છે?’ તેમ કહ્યુ તે દરમ્યાન નજીકમાંથી શિવમનો પિતા અરવિંદ ઉર્ફે અજુ રામા ચૌહાણ તથા શિવમની માતા કમલાબેન ત્યાં આવી ગયા હતા અને પુત્ર તથા માતા-પિતા એમ ત્રણે જણાએ સાથે મળીને ફરિયાદી મયુરને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. શિવમે ધોકાવડે માથાના ભાગે માર મારતા ફરિયાદી લોહીલુહાણ થઇ ગયો હતો અને નીચે પડી ગયો હતો. એ દરમ્યાન ફરિયાદીનો ભાઇ હર્ષદ રમેશ મકવાણા ત્યાં આવી ગયો હતો અને ૧૦૮ મારફતે ફરિયાદીને ભાવસિંહજી હોસ્પિટલે લઇ જવાયો હતો જ્યાંથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં મુખ્ય કારણ તેના ભાઇ હર્ષદે દીપેશ અરવિંદ ચૌહાણ પાસેથી ૫૦૦૦ ા. ઉછીના લીધા તે બાબતે બનાવ બન્યો હોવાનું જણાવ્યુ છે અને શિવમ અને તેના માતાપિતા કમળાબેન અને અરવિંદ સામે પણ માર માર્યાનો ગુન્હો દાખલ કરાવ્યો છે.