પ્રાપ્ત વિગતો મુજબ, રૈયાધારમાં રહેતા અને બકાલાનો વેપાર કરતા ગીરીશભાઈ જેન્તીભાઈ દેત્રોજા (ઉ.વ. ૪૩) એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચંદ્રીકાબેન અશ્વીનભાઇ દેત્રોજા અને તેનાં પુત્ર રવી અશ્વીનભાઇ દેત્રોજાના નામ આપ્યા છે. ફરીયાદમા ગીરીશભાઇએ જણાવ્યુ હતુ કે, ગઇ તા ૧૭નાં રોજ બપોરનાં સમયે મોટા ભાઇ અશ્વીનભાઇ અને પોતે ભેગા થયા હતા અને ગીરીશભાઇ પાસે ૪ વર્ષથી માતાજીનો બોકડો હોય પોતે સાચવતો હોય જે બોકડો તેને રાખવાનુ કહેતા અશ્વીનભાઇએ બોકડો રાખવાની ના પાડી દીધી હતી ત્યારબાદ રાત્રીનાં સમયે ગીરીશભાઇ પોતાનાં કામધંધેથી ઘરે આવ્યા ત્યારે અશ્વીનભાઇનો દીકરો રવી અને તેમનાં પત્ની ચંદ્રીકાબેન ઘર પાસે આવી અને કહેવા લાગી હતી કે અમે આ માતાજીનો બોકડો રાખશુ નહી. તમે આને સાચવો તેવુ જણાવ્યુ હતુ. જેથી રવી અને ચંદ્રીકાબેન ઉશ્કેરાયા હતા અને ગીરીશભાઇનાં પત્ની રજુબેન અને તેમના દીકરો પ્રેમ પર હુમલો કર્યો હતો અને ગાળો આપી ધમકી આપવા લાગ્યા હતા. રજુબેનને માથાનાં ભાગી ધોકો વાગી જતા તેને ઈજા પહોંચી હતી અને માથાનાં ભાગે ૬ ટાકા આવ્યા હતા.
જયારે સામાપક્ષે ચંદ્રીકાબેન અશ્વીનભાઈ દેત્રોજા (ઉ.વ. ૪૦) એ પોતાની ફરીયાદમા ગીરીશ જેન્તીભાઇ અને પ્રેમ ગીરીશભાઇ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામા ચંદ્રીકાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમનાં પતિ રીક્ષા ડ્રાઇવીંગ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે ગઇકાલે દીયર ગીરીશભાઈએ ચંદ્રીકાબેનની દીકરીઓને બોકડા લઇ જવા બાબતે માથાકુટ કરી હતી અને આ સમયે ગીરીશભાઇ ઉશ્કેરાયા હતા તેમજ તેમનો પુત્ર પ્રેમ પણ ત્યા આવી પહોંચ્યો હતો અને કહેતો હતો કે અમે બોકડા ઘણા સમયથી સાચવીએ છીએ હવે તમે સાચવો અને ત્યારબાદ બોલાચાલી થયા બાદ પ્રેમે તેનાં ખીસ્સામાથી છરી કાઢી ચંદ્રીકાબેનને એક ઘા ઝીકી દીધો હતો. અને પિતા-પુત્રએ ધમકી આપી કે જો તમે બોકડો નહી સાચવો તો તમને જાનથી મારી નાખીશુ. આ મામલે સામ સામે ફરીયાદ નોંધવામા આવતા યુનિવર્સીટી પોલીસનાં પીએસઆઇ બી. એસ. ચૌહાણ સહીતનાં સ્ટાફે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech