મારામારીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણના ખાંડાધાર હડમતીયા ગામે રહેતા કલ્પેશ ચતુરભાઈ ઝાપડિયા(ઉ.વ 24) નામના યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના મોટાબાપુ વાલજી મેઘજીભાઈ ઝાપડિયા, રમાબેન બહાદુરભાઈ ઝાપડિયા, અશ્વિન પરષોત્તમભાઈ ઝાપડિયા, રાજેશ બેચરભાઈ ઝાપડિયા, યશપાલ ઝાપડિયા, અક્ષય ભાવેશ તથા વાલજીભાઈ સહિતના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 10/ 4 ના સાંજના છ વાગ્યા આસપાસ તે અહીં ખાંડાધાર હડમતીયા ગામે તેની વાડીએથી આગળ ઘોડી ચલાવતો હતો ત્યારે ભાણેજ સુમિત રબારી મોબાઇલમાં વિડીયો ઉતારતો હતો દરમિયાન તેના કાકી રમાબેન બહાદુરભાઈ ઝાપડિયા માલ ઢોર લઈને નીકળતા ઘોડીને જોઈ ભેંસ તથા ગાય ભાગવા લાગતા કાકી રમાબેનને તેને ગાળો આપી હતી. બાદમાં તે ઘોડી લઈ ઘરે જતો રહ્યો હતો તેના પિતા ચતુરભાઈ શિવ મંદિર પાસે ઉભા હતા ત્યારે મોટા બાપુ વાલજીભાઈ બેટ લઈને મારવા ગયા હતા જે યુવાન જોઈ જતા અહીં મંદિરે પહોંચી તેના પિતાને લઇ ઘરે આવી ગયો હતો.થોડીવાર બાદ આરોપીઓ અહીં વાડીએ આવેલા તેના મકાને આવ્યા હતા અને યુવાનને લાકડી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ તેના પિતા, માતા અને ભાઈ- બહેનને પણ મારમાર્યો હતો.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ તેમના કુટુંબી થતા હોય પરંતુ તેમને જૂનું મન દુઃખ હોય જેથી બોલવાનો વ્યવહાર નથી. દરમિયાન ઘોડી લઈને નીકળવા બાબતે બોલાચાલી થયા બાદ તેઓએ આ હુમલો કર્યો હતો. યુવાનની આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.
સામાપક્ષે અશ્વિન પરષોત્તમભાઈ ઝાપડિયા(ઉ.વ 36 રહે. ખાંડાધાર હડમતીયા) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચતુર મેઘજીભાઈ ઝાપડિયા, કલ્પેશ ચતુરભાઈ ઝાપડિયા,ગીતા ચતુરભાઈ ઝાપડિયા, વિષ્ણુ ચતુરભાઈ ઝાપડિયા (રહે. બધા ખાંડાધાર હડમતીયાના) નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.10/4 ના સાંજના તેના કાકી રમાબેન ઝાપડિયા માલઢોર લઈને જતા હતા ત્યારે કુટુંબી કલ્પેશ ઘોડી લઈને નીકળતા આ ઘોડીના લીધે ઢોર ભાગવા લાગતા તેને ગોળી થોડીક દૂર ચલાવવાનું કહ્યું હતું બાદમાં કલ્પેશ તથા તેના પિતા ચતુરભાઈ ફરિયાદીના કાકીને ગાળો બોલવા લાગ્યા હતા ગાળો બોલવાની ના પાડતા આ બંને શખસો યુવાનને પણ ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ ચતુરની પત્ની ગીતા પાઇપ લઈને આવી હતી અને કલ્પેશ તથા ચતુર યુવાનને પકડી રાખી ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ બચકા ભરી લીધા હતા તથા લોખંડના પાઇપનો એક ઘા મારી દીધો હતો. આ સમય યુવાનના અન્ય પરિવારજનો આવી જતા તેને વધુ મારામાંથી બચાવ્યો હતો જે અંગે યુવાનની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech