મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરવા, થુકવા, શૌચ ક્રિયા તેમજ બાંધકામ સામાન કે કાટમાળ રસ્તા પર રાખવા અને કેબીન સહિતના દબાણો રાખનાર પાસેથી દડં વસુલવામાં આવશે મહાનગરપાલિકા દ્રારા દડં અંગેની યાદી જાહેર કરી છે.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરની યાદીમાં જણાવ્યા અનુસાર જાહેર રસ્તા પર કે અન્ય જગ્યા પર ગંદકી, અડચણ કે ત્રાસદાયક કૃત્ય કરતા ઇસમોએ તાત્કાલિક અસરથી આવા કૃત્ય બધં કરવા જણાવ્યું છે જાહેરમાં ગંદકી બદલ ૫૦ થી ૫૦૦, પાણીના વ્યય બદલ ૧૦૦ થી ૧૦૦૦, જાહેરમાં શૌચક્રિયા તેમજ થુકવા બદલ ૫૦ થી ૫૦૦, બાંધકામ સામાન કે કાટમાળ રસ્તા પર રાખવા બદલ ૧૦૦૦ થી ૧૦,૦૦૦ અને રસ્તા પર લારીકેબીન રાખી દબાણ કરવા બદલ ૫૦૦ થી ૫૦૦૦ ની રકમનો વહીવટી ચાર્જ વસુલવામાં આવશે.
જે ઈસમો વારંવાર આવું કૃત્ય કરશે કે ચાલુ રાખશે તેવા ઇસમોએ વિદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૫૨ તથા ધી ગુજરાત પ્રોવીન્શીયલ મ્યુનીસીપલ કોર્પેારેશન એકટ ૧૯૪૯ની જોગવાઈઓ અન્વયે કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે જે અંગે મોરબી મહાનગરપાલિકાના તમામ નગરજનોએ નોંધ લેવા જણાવ્યું છે
જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથેના બેનરો લગાવશે
ઓધોગિક નગરી મોરબી વિકસિત શહેર હોવા છતાં બેફામ ગંદકી જોવા મળે છે તાજેતરમાં મોરબીને મહાનગરપાલિકાનો દરો આપ્યા બાદ હવે મનપા તત્રં શહેરના સ્વચ્છ બનાવવા કવાયત કરી રહ્યું છે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે અને સફાઈ ઝુંબેશ અંતર્ગત જાહેરમાં લઘુશંકા રોકવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથેના બેનરો જાહેર માર્ગ પર લગાવાશે. મોરબી શહેરમાં જાહેરમાં બેફામ ગંદકી જોવા મળે છે શહેરના અનેક વિસ્તારમાં જાહેર ઉકરડાઓને કારણે ગંદકી ફેલાય છે ઉપરાંત નાગરિકોમાં જાગૃતિના અભાવે જાહેરમાં લઘુશંકા કરતા હોય છે જે ગંદકી રોકવા મનપા તંત્રએ અનોખો નિર્ણય કર્યેા છે જેમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો પાડી બેનર બનાવી જાહેર રોડ પર બેનરો લગાવવામાં આવશે હાલ મહાનગરપાલિકા દ્રારા ગાંધી ચોકમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથે બેનર મુકવામાં આવ્યું છે જેમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો પણ જોવા મળી રહ્યા છે જેથી તંત્રએ જાહેરમાં લઘુશંકા નહિ કરવા સ્પષ્ટ્ર સંદેશ આપ્યો છે અને નિયમોનું પાલન નહિ કરનારના ફોટો સાથેના બેનર જાહેર માર્ગેા પર લગાવાશે જેથી નાગરિકોને સુધરી જવા તાકીદ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech