BREAKING NEWS

અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર અર્બન ચોકમાં ભીષણ આગ, ખાણીપીણીના સ્ટોલ બળીને ખાખ

  • October 29, 2026 10:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરના પ્રખ્યાત રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા 'અર્બન ચોક' નામના ફૂડ માર્કેટમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠવાની ઘટના સામે આવી છે. આ આગ ફૂડ બજારમાં આવેલા 3 થી 4 જેટલા ખાણીપીણીના સ્ટોલમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.


મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, એક ફૂડ આઉટલેટમાં અચાનક લાગેલી આ આગ જોતજોતામાં બાજુમાં આવેલા મોમોસના આઉટલેટ સુધી ફેલાઈ ગઈ હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા.


બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત એક્શનમાં આવી ગઈ હતી અને 4 જેટલા ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી પૂર્ણ ઝડપથી હાથ ધરી હતી.



પ્રાથમિક વિગતો મુજબ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખાણીપીણીના સ્ટોલ બળીને ખાખ થઈ જતાં મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application