રાજકોટના મહુડી-કણકોટ રોડ પર શ્યામલ ઉપવન ફ્લેટમાં ભીષણ આગ, લિફ્ટ પેસેજથી 10મા માળ સુધી ફેલાઈ જ્વાળાઓ
રાજકોટના મહુડી-કણકોટ રોડ પર શ્યામલ ઉપવન ફ્લેટમાં ભીષણ આગ, લિફ્ટ પેસેજથી 10મા માળ સુધી ફેલાઈ જ્વાળાઓ
November 06, 2026 09:24 PM
રાજકોટ શહેરમાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે. મહુડી-કણકોટ રોડ પર આવેલા શ્યામલ ઉપવન ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, 8મા માળના લિફ્ટ પેસેજથી શરૂ થયેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને સીધી 10મા માળ સુધી પહોંચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ થઈ ગયું હતું. આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક 3 ફાયર ફાઈટર ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત, કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તૈનાત રાખવામાં આવી છે. ફાયર જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, અને રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.