BREAKING NEWS

રામનાથપરામાં પ્યાયવુડના કારખાના અને મકાનમાં આગ: જાનહાની નહીં

  • October 10, 2026 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રામાનથપરા વિસ્તારમાં ભવાનીનગરમાં આવેલા ગઇકાલે રાત્રીના આગની ઘટના બની હતી. અહીં કચરાના ઢગલમાં આગ લાગ્યા બાદ નજીકમાં આવેલુ કારખાનું અને મકાન પણ આગની ચપેટમાં આવી ગયું હતું. બનાવની જાણ થતા ફાયરની ટીમ તાકીદે બનાવસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી ન હતી.ભવાનીનગર શેરી નં.૧ માં ગઇકાલે રાત્રીના આગજનની ઘટના બની હતી. જેમાં પ્યાલવુડના કારાખાનામાં ભારે નુકશાન થયું હતું. કારખાનાની અંદર રાખેલો તમામ કાચો માલ, તૈયાર પ્લાયવુડની શીટ્સ આગની ચપેટમાં આવી જતાં બળીને રાખ થઈ ગયા છે. કારખાનાના માલિકના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં મોટા પાયે નુકસાન થયું છે. આ ઉપરાંત, બાજુમાં આવેલા મકાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેને લઇ ઘરમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત અન બાદ આખરે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી.મકાન અને કારખાના પાસે કચરાના ઢગલામાં આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી અને તની ચપેટમાં મકાન તથા કારખાનું આવી ગયુ હતું. જોકે સદભાગ્યે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application