જામનગરના નવા ફલાયઓવરના પીલરમાં ઇલેકટ્રીક કેબલમાં લાગી આગ
જામનગરના નવા ફલાયઓવરના પીલરમાં ઇલેકટ્રીક કેબલમાં લાગી આગ
November 26, 2025 01:11 PM
જામનગરમાં રૂ.૨૨૬.૯૯ કરોડના ખર્ચે બનેલા અદ્યતન ફલાય ઓવરમાં આજે સવારે સાતરસ્તા સર્કલમાં આવેલા પીલરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી, તાત્કાલીક અસરથી ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને આ આગને બુઝાવી દીધી હતી, લોકોના કહેવા મુજબ જે ક્ધસલીંડ વાયર બહાર દેખાય છે તેને અન્ડરગ્રાઉન્ડ નાખવામાં આવ્યા હોય તો આ પ્રકારના બનાવો ન બને.
આટલો બધો ખર્ચો થયો છે ત્યારે બ્રિજમાં બહાર દેખાતા વાયરોથી આજે આગ લાગી છે, ત્યારે આ અંગે વિચારવાની પણ જરૂર છે, ગઇકાલે આ બ્રિજ પર અકસ્માત પણ થયો હતો, જો વાહન ચાલકો સાવચેતી નહીં રાખે તો આ પ્રકારના અકસ્માતો પણ થતાં રહેશે.