રાજકોટ: ‘મારવાડી શેર્સ’ની હેડ ઓફિસમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, સદનસીબે જાનહાનિ ટળી, કોઈ મોટુ નુકશાન નહીં
રાજકોટ: ‘મારવાડી શેર્સ’ની હેડ ઓફિસમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, સદનસીબે જાનહાનિ ટળી, કોઈ મોટુ નુકશાન નહીં
March 27, 2026 06:01 PM
રાજકોટના પશ્ચિમ વિસ્તારના પોશ ગણાતા નાના મોવા મેઈન રોડ પર આવેલી મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ (Marwadi Shares & Finance Ltd) ની કોર્પોરેટ હેડ ઓફિસમાં આજે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. બિલ્ડિંગમાં ધુમાડાના ગોટા ઉડતા જોઈ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સદનસીબે ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે. ફાયર ફાઈટરોની જહેમત બાદ હવે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ એ ગુજરાતની મોટી બ્રોકિંગ ફર્મ છે, જેમાં રોજના હજારો ટ્રાન્ઝેક્શન થાય છે. હેડ ઓફિસમાં લાગેલી આગને કારણે સર્વર કે ડેટાને કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગે કંપની તરફથી તપાસ બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે. નાના મોવા જેવા વ્યસ્ત રોડ પર આ ઘટના બની હોવાથી લાંબા સમય સુધી ટ્રાન્ઝેક્શન અને ટ્રાફિકને પણ અસર પહોંચી હતી.