BREAKING NEWS

જેતલસર પાસે રિસોર્ટમાં લગ્ન પ્રસંગની આતશબાજીમાં શોર્ટસકિર્ટથી આગ ભભૂકી

  • April 27, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના જેતલસર ગામે આવેલ વ્રજ વાટીકા હોટલમાં આજે એક લ પ્રસંગના વરઘોડા દરમિયાન ફટાકડા ફટતા અથવા શોટ સર્કિટને કારણે હોટલમાં આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આખી હોટલ ભડભડ સળગવા લાગી હતી. નગરપાલિકાના ત્રણ જેટલા ફાયર ફાઈટરો દ્રારા આગ પર પાણીનો માટે ચલાવી આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં આખી હોયલ ભસ્મીભૂત થઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
જેતપુરના જેતલસર ગામે જૂનાગઢ રોડ પર આવેલ વ્રજ વાટિકા હોટલમાં ગઈકાલે બે શુભ પ્રસંગો જેમાં ચોકી ગામના જેન્તીભાઈ કોટડીયાની દીકરીના લ તેમજ જેતપુરના અશ્ર્વિનભાઈ ભુવાની દીકરીના કંકુ પગલાંનો જમણવાર હતો. જેમાં લ પ્રસગં દરમિયાન વરઘોડા નીકળ્યો હતો જેમાં ફટાકડા ફટતા અને ફટાકડો ઉડીને હોટલમાં પડો અથવા તો હોટલમાં શોટ સર્કિટને કારણે આગ લાગી તે તપાસનો વિષય છે પણ હોટલ વાસ(બાંબુ)નું બનેલ હોવાથી આગ તરત જ ફેલાવવા લાગી અને થોડીવારમાં આખી ભડભડ સળગવા લાગી હતી. જૂનાગઢ નેશનલ હાઇવે પર હોટલ હોવાથી રોડ પર નીકળતા વાહન ચાલકો રોડ પર વાહનો થોભાવી આગ જોવા ઉભા રહી જતા રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
આગની જાણ જેતપુર ફાયર ફાઇટરને અને પોલીસને થતા બંને વિભાગ તરત જ સ્થળ પર પહોંચી ગયા હતાં જેમાં પોલીસ દ્રારા પ્રથમ રોડ પરથી ટ્રાફિકજામ દૂર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અને ફાયર ફાઇટર દ્રારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો પરંતુ આગ ખૂબ વિકરાળ હોય જેતપુરથી બીજા બે ફાયર ફાઇટર તેમજ એક જૂનાગઢથી ફાયર ફાઇટર બોલાવી આગ પર ફોમવાળા પાણીનો સતત મારો ચલાવતા ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. હોટલમાં વિકરાળ આગ અને બબ્બે પ્રસગં હોવા છતાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ  લીધો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application