રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે કરીયાણાની દુકાનમાં આગ લાગી: એક લાખનું નુકશાન
રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે કરીયાણાની દુકાનમાં આગ લાગી: એક લાખનું નુકશાન
December 20, 2025 08:56 AM
શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર ટેલિફોન એકસચેન્જની સામે સોમનાથ સોસાયટી-૩ માં આવેલ કરીયાણાની દુકાનમાં આજરોજ સવારના સુમારે આગ લાગી હતી. ફાયરના સ્ટાફે તાકીદે અહીં પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં અંદાજિત એકાદ લાખનું નુકશાન થયું હોવાનું માલુમ પડયું છે.સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી ન હતી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સવારના સુમારે સાડા દશ વાગ્યે શહેરના ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે તુલશી બાગ નજીક સોમનાથ-૨ માં આવેલી વિરા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરનો સ્ટાફ તાકીદે અહીં પહોંચ્યો હતો. ફાયરના સ્ટાફે અંદાજિત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં આગની આ ઘટના અંગે દુકાનના માલિક વિશાલભાઇના જણાવ્યા મુજબ અંદાજિત રૂ. ૧ લાખનું નુકશાન થયું હતું. આગ કયાં કારણસર લાગી હતી જે જાણી શકાયું નથી. સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી.