BREAKING NEWS

સાધુ વાસવાણી રોડ પર સબ સ્ટેશનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડ્યું

  • November 22, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલ શિલ્પન ટાવર માં સબ સ્ટેશનમાં આગ લાગતા કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. આ અંગે નિર્મળા રોડ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા ફાયર ફાઈટર સાથે ટીમ ઘટના સ્થળે દોડી જાય પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો સદભાગ્યે આગથી કોઈ જાનહાની થઈ ન હતી.


ફાયર બિગેડ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલ શિલ્પન ટાવર ના સબ સ્ટેશનમાં આગ લાગતા વિસ્તારમાં થોડીવાર માટે રીતસર નો ગભરાટ ફેલાઈ ગયો હતો.


સબ સ્ટેશનમાં આગ લાગવાના કારણે જોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા કિલોમીટર સુધી નજરે પડ્યા હતા જેના કારણે રસ્તા પર લોકો જોવા માટે થંભી ગયા હતા. આ આ ગ લાગ્યા અંગેની વીનેશભાઈ નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડ માં જાણ કરી હતી.


જેના પગલે નિર્મળા રોડ ફાયર બ્રિગેડ ની ટીમ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક સાધુવાસવાણી રોડ પર શિલ્પન ટાવર ખાતે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો સદભાગ્યે આગ વધુ ફેલાય તે પહેલા જ કાબુ માં આવી ગઈ હતી પરંતુ કોઈ જાનહાનિની ઘટના નહીં સર્જાતા વિસ્તારવાસીઓ અને ફાયર બ્રિગેડ એ હાશકારો અનુભવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application