ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વિવિધ શહેરોની ડમ્પિંગ સાઈટ પર આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને અમદાવાદ ,સુરત,વડોદરા ગાંધીનગર મહાનગરપાલિકાની સેકટર–૩૦ સ્થિત ડમ્પિંગ સાઈટ પર વારંવાર લાગતી આગ અને તેનાથી ઉવતા ઝેરી ધુમાડાને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાયના શહેરી વિકાસ વિભાગ દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે રાયની તમામ મહાનગરપાલિકાઓની ડમ્પિંગ સાઈટ પર કાયમી ધોરણે 'ફાયર ચોકી' ઉભી કરવામાં આવશે. નિષ્ણાતો અને અહેવાલો અનુસાર, યારે તાપમાનનો પારો ૪૦ ડિગ્રી વટાવે છે ત્યારે ડમ્પિંગ સાઈટ પર રહેલા પ્લાસ્ટિક, રબર અને સૂકા કચરાના વિશાળ ઢગલાઓ અત્યતં સંવેદનશીલ બની જાય છે. કચરાના સડવાથી ઉત્પન્ન થતો મિથેન ગેસ અને કાચની બોટલો પર સૂર્યના કિરણોના પરાવર્તનને કારણે 'સ્પોન્ટેનિયસ કમ્બશન' (સ્વયંભૂ દહન)ની સ્થિતિ સર્જાય છે. આ આગને કારણે ફેલાતી દુગધ અને ઝેરી ધુમાડાથી આસપાસના રહીશોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તત્રં દ્રારા નીચે મુજબના આદેશો આપવામાં આવ્યા છે, કે દરેક ડમ્પિંગ સાઈટ પર ફાયર બ્રિગેડનો સ્ટાફ 'સ્ટેન્ડ ટુ' મોડમાં ૨૪ કલાક હાજર રહેશે. આગની કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે ઘટના સ્થળે જ વોટર ટેન્કર અને જરી અિશામક સાધનો તૈનાત રાખવામાં આવશે. કચરાના ઢગલામાં મિથેન ગેસનું સ્તર વધે નહીં તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે.ગાંધીનગર ઉપરાંત અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ આ સમસ્યા વિકરાળ બની છે. અત્યાર સુધી તત્રં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું હોવાનું જણાતું હતું, પરંતુ હવે 'રાઉન્ડ ધ કલોક' ફાયર ચોકીની સુવિધાથી આગ પર ત્વરિત કાબૂ મેળવી શકાશે અને નાગરિકોને પ્રદૂષણથી મુકિત મળશે.