BREAKING NEWS

જામનગર : ફતેપુરના પાટીયા પાસે ટ્રકમાં આગ: મગફળી બળીને ખાક

  • November 18, 2025 12:15 PM 

ભાણવડ-જામનગર રોડ પર  ટેકાના ભાવની મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. વીજ વાયરમાં અડી જવાથી લાગેલી આ આગને કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને જામનગર તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.


આ ટ્રક સૂત્રો માંથી જાણવા મળતી વિગતો મુજબ મુરલીધર મંડળીનો હતો અને ભાણવડ માર્કેટિંગ યાર્ડમાંથી ટેકાના ભાવની મગફળી ભરીને વેરાડ વેરહાઉસ ખાતે જઈ રહયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.

​​​​​​​આગની જાણ થતાં જ ભાણવડ અને જામજોધપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના વાડી વિસ્તારોમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application