હાલ ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન સિંદુરના લીધે પ્રવર્તમાન તણાવજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવાઇ રહે તે માટે તેમજ હાલના સંજોગોને ધ્યાને લેતાં, કોઇપણ પ્રકારના ઞઅટ/ઉજ્ઞિક્ષય ઉડાડવાથી કે ફટાકડાં ફોડવાના કોઇપણ કૃત્યથી આમજનતાના મનમાં ભય કે શંકા ઉત્પન્ન થાય છે તે હિતાવહ નથી. ડ્રોન ઉડાડવાથી કે ફટાકડા ફોડવાથી જ્યારે મોટો અવાજ ઉત્પન્ન થતો હોઇ ત્યારે લોકોના મનમાં ભય અને શંકા ઉત્પન્ન થાય છે.
જેથી, ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ આમજનતામાં કોઇ ભય કે શંકા ઉત્પન્ન ન થાય તે માટે પગલા લેવાં યોગ્ય જણાતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આગામી તા.૧૫-૫-૨૦૨૫ સુધી સમગ્ર ભાવનગર જીલ્લાના વિસ્તારમાં રીમોટ સેન્સીંગ, માઇનીંગ, કાયદો અને વ્યવસ્થા, ઇન્ટરનલ સીક્યુરીટી અને ડીફેન્સ સિવાયના અન્ય કોઇપણ હેતુ માટે કોઇ સરકારી કે ખાનગી સંસ્થા/ વ્યકિત દ્વારા કોઇપણ પ્રકારના ઞઅટ/ઉજ્ઞિક્ષય ઉડાવવા કે તેના ઉપયોગ ઉપર તથા અવાજ કરે તેવા તમામ પ્રકારના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech