દિવાળી પર્વએ સનાતન ધર્મ માટે ખુશીઓનો અને મીઠાશનો તહેવાર છે, હિન્દુ પરંપરા મુજબ સદીઓથી દિવાળી પર્વ માટે મીઠાઇઓ ખવડાવી તેમજ ફટાકડા ફોડી ઉજવવામાં આવે છે.
ત્યારે ગઇકાલે દિવાળી પર્વે જામનગરમાં જોરદાર આતશબાજી જોવા મળી હતી, જામનગરમાં ડીકેવી સર્કલ, રણજીતનગર, પટેલ કોલોની, ગ્રીનસીટી, ગુલાબનગર, ગોકુલનગર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી, ડીકેવી નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં અને આતશબાજીની મજા માણી હતી, જેમાં બાળકો, મહિલાઓ, પુષો સહિત વડીલો પણ દિવાળી પર્વ ઉજવણી માટે ફટાકડા ફોડ્યા હતાં.
તેમજ હાલ આતશબાજીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે બહોળા પ્રમાણમાં આતશબાજી જોવા મળી હતી, તે જોવા માટે જામનગરની જનતા ઉમટી પડી હતી.