ઓડદર ગામે તા.૨૮ થી ૩૦ સુધી દરિયાકાંઠે થશે ફાયરિંગ

  • May 27, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના ઓડદર ગામે તા.૨૮ થી ૩૦ મી મે સુધી ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવશે.
પોરબંદર તાલુકાના ઓડદર ગામે આવેલ પોલીસ ફાયરીંગ બટના સ્થળે આગામી તા.૨૮.૫.૨૦૨૫ થી તા.૩૦.૫.૨૦૨૫ એમ ત્રણ દિવસ માટે સમય સવારે ૬:૩૦ થી ૧૯:૩૦ સમય દરમ્યાન  ફાયરીંગ પ્રેકટીસ કરવાની હોવાથી ફાયરીંગ બટના સ્થળની આજુબાજુ અવર-જવર ન કરવા પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  જે.બી.વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામું ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)બી હેઠળ  તા.૨૮.૫.૨૦૨૫ થી તા.૩૦.૫.૨૦૨૫ ના કુલ દિવસ-ત્રણ માટે સમય સવારે ૬:૩૦ થી ક.૧૯:૩૦ સુધી પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરીંગ બટ વિસ્તારમાં પુર્વ અને પશ્ર્ચિમ ભાગે-૬૦૦ મીટર, ઉતર અને દક્ષિણ ભાગે-૬૦૦ મીટર અને ત્યાંથી દરીયામાં આજુબાજુના વિસ્તારના રાહદારીઓને તેમજ વાહનો માટે તથા વ્યકિતગત તેમજ વહાણ તેમજ બોટ લઇને જનાર માછીમારોને અવર-જવર કરવા ઉપરોકત સમય દરમ્યાન પ્રવેશબંધી કરવામાં આવી છે.
આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્લંધન કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News