વિદેશથી હુના પ્રતિનિધિઓ આવ્યા: સ્વદેશી ચિકિત્સા ઉપર માહિતીની આપ-લે અને પરંપરાગત દવાઓ માટેની એપ્લીકેશન અંગે ચર્ચા
ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર દ્વારા ૧૯ થી ૨૧ માર્ચ ૨૦૨૪ ના રોજ નવી દિલ્હી, ભારતમાં વૈશ્વિક તકનીકી સંકલન બેઠકનું આયોજન થયું હતું, ત્યારબાદ ૨૨ માર્ચ ૨૦૨૪ના રોજ જામનગરમાં ટ્રેડિશ્નલ મેડિસિન સેન્ટરની ઈન્ટ્રીમ કચેરી ખાતેની આંતરિક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૩માં ગાંધીનગર ખાતે યોજાયેલી વિશ્વની સૌ પ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટ દ્વારા નિર્ધારિત કામગીરી માટેની કાર્યસુચીને અનુસરીને, વિશ્વના છ વિવિધ ખંડો-પ્રદેશોમાંથી ૩૧ દેશોના ૬૫ નિષ્ણાતો એ કાર્ય યોજના (વર્ક પ્લાન) ૨૦૨૪-૨૫ના અમલીકરણ અંગે ચર્ચા-પરામર્શ કર્યો હતો, જેમાંથી મુખ્ય મુદ્દાઓ આ મુજબ રહ્યાં હતાં.
નીતિવિષયક બાબતોની સમીક્ષા, ટ્રેડિશ્નલ મેડિસિન અંતર્ગત સંશોધન અને પુરાવાઓ, ક્લિનિકલ ડેટા અને -૧૧, જૈવવિવિધતા અને સ્વદેશી ચિકિત્સા પર માહિતીની આપ-લે, ડિજિટલ હેલ્થ અને પરંપરાગત દવા માટેની એપ્લિકેશન, વધુમાં બેઠકના સહભાગીઓએ મુખ્ય કાર્યને આનુષંગિક રીતે વૈશ્વિક જનસ્વાસ્થ્યને અનુલક્ષીને સમગ્ર વિશ્વની પારંપરિક ચિકિત્સા પધ્ધતીઓનો એક સંચય-સંગ્રહ તૈયાર કરવા અંગે ચર્ચા કરેલ હતી.
આ સંચય પારંપરિક, વૈકલ્પિક અને એકિકૃત ચિકિત્સા પધ્ધતિઓ તથા પ્રાચિન ભારતીય જ્ઞાન સંબંધિત સિધ્ધ થયેલ માહિતી અને સંસાધનો દ્વારા જ્ઞાનની નવી દિશાઓ ખોલશે. બેઠકમાં હાલમાં ઉપ્લબ્ધ્ધ આ પ્રકારના સંચયોની સમિક્ષા કરવામાં આવી તેમજ નવો વૈશ્વિક સંચય તૈયાર કરવા માટેનો અવકાશ, પધ્ધતિઓ, ટેક્નોલોજી તેમજ સંચાલનનો રીવ્યુ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં ડબલ્યુએચઓ જીટીએમસીના ઇન્ચાર્જ ડાયરેકટર ડો. શ્યામા, કોમ્યુનીકેશન હેડ ડો. તુનગા, ટ્રેડીશનલ મેડીસીન હેડ ડો. કીમ સુનચો, આઇટીઆરએના ડાયરેકટર ડો. અનુપ ઠાકર સહિતના અધિકારીઓ અને તબીબો હાજર રહયા હતા અને જામનગરમાં થનારા પ્રોજેકટ વિચે ગહન ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech