બ્રેઇન સર્જરીમાં એઆઇનો પ્રથમ સફળ ઉપયોગ ટુમર દૂર કરીને દર્દીની આંખોની રોશની બચાવી
બ્રેઇન સર્જરીમાં એઆઇનો પ્રથમ સફળ ઉપયોગ ટુમર દૂર કરીને દર્દીની આંખોની રોશની બચાવી
August 28, 2026 02:48 PM
બ્રિટનના ડોકટરોએ વિશ્વમાં પ્રથમ વખત લાઈવ એઆઈ આસિસ્ટન્સની મદદથી મગજના એક જટિલ ટૂમરને સફળતાપૂર્વક બહાર કાઢું છે. બેડફોર્ડશાયરના ૪૮ વર્ષીય રીસ હિબર્ટ આ ઐતિહાસિક સર્જરીમાંથી પસાર થનારા વિશ્વના પ્રથમ દર્દી બન્યા છે. સર્જરીના આઠ અઠવાડિયા પછી તેમની દ્રષ્ટ્રિ સંપૂર્ણપણે પાછી આવી ગઈ છે. યુસીએલ હોકસ ઇન્સ્િટટૂટમાં તૈયાર કરાયેલી આ ટેકનોલોજી સ્માર્ટફોનના 'ફેસ રિકિશન' સિસ્ટમની જેમ કામ કરે છે, પરંતુ ચહેરાને બદલે તે મગજની જટિલ સંરચનાઓ અને નસોને ઓળખવામાં મદદ કરે છે. દર્દીની પિટુટરી ગ્રંથિ પર બનેલું આ ટૂમર આંખોની નસો અને મગજ સુધી લોહી પહોંચાડતી કેરોટિડ ધમનીઓની અત્યતં નજીક હતું. સર્જરી દરમિયાન નાની સરખી ભૂલ પણ દર્દીની આંખોની રોશની કાયમ માટે છીનવી શકતી હતી અથવા જીવલેણ સાબિત થઈ શકતી હતી. પરંપરાગત સર્જરી પદ્ધતિઓમાં ટૂમરનો કયાંક થોડો ભાગ રહી જવાનો અથવા મગજની મુખ્ય નસોને નુકસાન પહોંચવાનો ભારે જોખમ રહેતો હતો. સેંકડો બ્રેન સર્જરીના વીડિયો ડેટાથી તાલીમબદ્ધ આ સ્માર્ટ એઆઈ ટેકનોલોજીએ નાક દ્રારા દાખલ કરાયેલા એન્ડોસ્કોપની વીડિયો ફીડનું તુરતં વિશ્લેષણ કયુ હતું. તેણે ઓપરેશન દરમિયાન સ્ક્રિન પર ખતરનાક ધમનીઓ અને મહત્વપૂર્ણ નસોને અલગ–અલગ રંગોમાં હાઈલાઈટ કરીને ડોકટરોને ટૂમર હટાવવાનો સૌથી સુરક્ષિત અને ચોક્કસ માર્ગ દર્શાવ્યો હતો.