BREAKING NEWS

રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ સ્કુલ પાસે બનાવેલ બમ્પ બનાવ્યા 24કલાક માં પાંચ અકસ્માત થયા.

  • October 10, 2026 09:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બમ્પ કાઢવાની માંગ કરવામાં આવે આટકોટ તાલુકા પંચાયત  સદસ્ય  તેમજ વીરનગર પંચાયત દા્વારાઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી અને આ બમ્પ ને કાઢી નાખવા આવે તેવી માંગણી કરી છે હાઇવે ઉપર બમ્પ ન હોય જ્યાં ગ્રામ્ય વિસ્તારો આવે ત્યાં બમ્પ હોય પણ આ તો સ્કૂલ વાળાના લાગવગથી અહીં તંત્ર દ્વારા બમ્પ બનાવી દીધો  પણ બિચારા વાહન ચાલકો તેના ભોગ બન્યા છે ગાડીઓને નુકસાની પહોંચે તેમજ ઘાયલ પણ થયા છે જેને લઇ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી તંત્રને હાઇવે ઉપરમસ મોટા ખાડા પડી ગયા છે તે દેખાતા નથી અને તાત્કાલિક ધોરણે અહીં બમ્પ બનાવી દીધો ખાડા ના કારણે રોડ પર અકસ્માતના બનાવવા પણ વધી રહ્યા છે જેને લઇ કોઈ પગલા ભરવામાં આવતા નથી આટકોટ પોલીસ સ્ટેશન પાસે તેમ જ ઘણી જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે તેને પૂરવા આવતા નથી અને હાઇવે પર આવા બમ્પ બનાવી દીધાં છે આટકોટ તાલુકા પંચાયતના સદસ્ય કીજલ બેન વિપુલભાઈ ઠોળીયા એ નાયબ  કાર્યપાલક ઇજનેર રજૂઆત કરી આ બમ્પ ને તાત્કાલિક ધોરણે હટાવાવાનીકાર્યવાહી કરવામાં આવે તેમજ વીરનગર  સરપંચ નટુભાઈ  સોલંકી દ્વારા નાયાબ કાર્યપાલક ઇજનેર ને આ જોખમી બમ્પ હટાવાવાનીમાગણી કરી છે  વહેલી તકે આ હાઈવે પર બમ્પ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે અને ગાડીઓને પણ નુકસાની થતી હોય છે જેને લઇ વાહન ચાલકોમાં મારામારી સુધી પહોંચી જાય છે ત્યારે આ જોખમી  સ્પીડ બેકરને હટાવવામાં આવે તેવી માંગણી કરી છે  બમ્પ બનાવયા પછી 24 કલાકમાં પાંચ અકસ્માતના બનાવ બન્યા છે છતાંય તંત્ર હજું સુધી કોઈ પગલા ભરવામાં આવશે કે શું આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા પણ આ બમ્પ ની ભલામણ કરી હતી પણ આ હાઈવે પર અકસ્માત નાં વાહન ચાલકો ભોગ બને છે તેનું શું.   હાઈવે પર મોટા ખાડા પડી ગયા છે તેને પુરવામાં આવે આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે બમ્પ ની જરૂર છે તેને બનાવામાં આવે તેવી માંગણી કરી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application