જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ પાસે વાડી વિસ્તારમાંથી સોલાર ફાર્મમાંથી સોલાર ડીસી કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૫ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કેબલ, ગાડીઓ અને રોકડ સહિત કુલ ૨૧,૬૨,૮૪૦ પિયાનો મુદામાલ કબ્જે કર્યેા હતો.
બોરડી સમઢીયાળા ગામે એમ્બીટ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના સોલાર પ્લાન્ટમાં ૧૨.૪૮ લાખના સોલાર કેબલ સહિતના મુદ્દામાલની ચોરીની ફરીયાદ કોન્ટ્રાકટર રોહિતભાઈ હિરાપરા તાલુકા પોલીસમાં નોંધાવેલ તેમાં રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન આ ચોરીના આરોપીઓ વિશે તેઓને બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે દશરથ ઉર્ફે દસો માધાભાઈ સાંખટ (રહે. તલી ગામ, જિ.ભાવનગર), મહેશ વિજાભાઈ બારીયા,
પ્રકાશ ઉર્ફે પકો બહત્પમાઈ બારીયા, પ્રવિણ ગણેશભાઈ શીયાણું રહે. ત્રણેય મેથળા ગામ, જિ.ભાવનગર અને વિશાલ ધરમશીભાઈ ભાલીયા (રહે. પરતાપરા ગામ, જિ.ભાવનગર)ને ઝડપી લીધા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી કેબલના ડ્રમ, કેબલના ટુકડા, કોપર વાયર, બોલેરો ગાડી, અર્ટીગા કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂા. ૨૧,૭૨,૮૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.
ઝડપાયેલા આરોપીઓ ગુજરાતના અલગ–અલગ જિલ્લ ાઓમાં સોલાર પેનલના કન્સ્ટ્રકશનનું કામ કરતા હોવાથી સોલાર ફાર્મની ઇકિવપમેન્ટ અને કેબલની સંપૂર્ણ જાણકારી ધરાવતા હતા. તેઓ સોલાર કેબલમાંથી કોપર કાઢીને ચોરી કરતા હતા. પ્રથમ સેલ્ફ ડ્રાઇવિંગ કાર ભાડે મેળવી, દિવસના સમયે નિકટના સોલાર ફાર્મની રેકી કરતા અને રાત્રિના સમયે સોલાર ફાર્મમાંથી કેબલ ચોરી કરી નાસી છૂટતા હોવાનું આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું. આરોપીઓ રીઢા તસ્કર હોય આરોપીઓ વિદ્ધ અગાઉ પણ આવા અનેક ગુન્હાઓ નોંધાઈ ચુકયા છે