હવામાન વિભાગ દ્રારા આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે તત્રં દ્રારા પણ અગમચેતીના ભાગપે વિવિધ સ્તરે તૈયારી કરી દીધી છે. આજે સવારથી જ મેઘરાજાએ નર્મદા જિલ્લામાં તોફાની શઆત કરી દીધી છે. આજે સવારના છથી આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં નોંધાયો છે. નર્મદાના સાગબારા અને ગડેશ્વર તાલુકામાં માપવામાં આવેલા આંકડા મુજબ ૪.૬૫ ઈંચ (૧૧૮ મીમી) જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. આ સિવાય નંદોદ તાલુકામાં ૩.૫૪ ઈંચ (૯૦ મીમી) અને તિલકવાડામાં ૩.૧૫ ઈંચ (૮૦ મીમી) વરસાદ નોંધાતાં નર્મદા જિલ્લાના નદી–નાળાઓમાં નવા નીર આવ્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્રારા જાહેર કરવામાં આવેલા આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન રાયના ૮૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવાર–સવારમાં જ ધોધમાર વરસાદ વરસી પડતાં હવામાનમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે.
નર્મદા ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વહેલી સવારે સારો એવો વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ૨.૬૪ ઈંચ (૬૭ મીમી) અને આણદં તાલુકામાં ૨.૨૦ ઈંચ (૫૬ મીમી) વરસાદ પડો છે. બીજી તરફ વડોદરા શહેરમાં ૧.૯૭ ઈંચ (૫૦ મીમી) અને છોટાઉદેપુરના નસવાડીમાં ૧.૯૩ ઈંચ (૪૯ મીમી) વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં ૧.૬૫ ઈંચ (૪૨ મીમી) તથા તાપીના નિઝરમાં ૧.૫૭ ઈંચ (૪૦ મીમી) વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાયના અન્ય તાલુકાઓની વાત કરીએ તો વડોદરાના ડભોઈ, આણંદના ઉમરેઠ, સુરતના ઉમરપાડા, અને ખેડાના મહત્પધા તથા વડોદરાના સિનોરમાં એક ઈંચ કરતાં વધુ (૩૦ થી ૩૪ મીમી) વરસાદ નોંધાયો છે. આ સિવાય પંચમહાલ, ભચ, ડાંગ, વલસાડ, નવસારી, મહેસાણા, અરવલ્લી અને ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડા છે. બીજી ઓગસ્ટ સુધી રાયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત ૧૩ જિલ્લામાં અત્યતં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. યારે સૌરાષ્ટ્ર્ર અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલમાં અતિભારે વરસાદની શકયતાને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્રારા ભકતોની સુરક્ષા અર્થે આગામી બે દિવસ સુધી પાવાગઢ યાત્રા મોકૂફ રાખવા અપીલ કરાઈ છે.
રાજયમાં એનડીઆરએફની ૧૮ ટીમ તૈનાત
વરસાદની આગાહીને પગલે રાયમાં કુલ ૧૮ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. વડોદરામાં ત્રણ ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે, અન્ય જિલ્લાઓમાં એક–એક ટીમ રહેશે. નવસારી, અમદાવાદ, વાવ થરાદમાં એનડીઆરએફ તૈનાત કરવામાં આવી છે. કચ્છ અમરેલી, દ્રારકા, વલસાડ, સુરત, ભાવનગર, દમણ, છોટાઉદેપુરમાં, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, ભચમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બચાવ કામગીરી માટે આર્મીની બે ટીમની પણ માગ કરાઈ છે
લોકોને બિનજરી બહાર ન નીકળવા અપીલ
રાજયમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે તત્રં સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. હવામાન વિભાગની ચેતવણી બાદ ૧૫ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સંભવિત જળબંબાકાર અને ભારે પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે, યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે