શહેરના જામનગર રોડ પર આવેલા કલ્પસૂત્ર એપાર્ટમેન્ટમાં રહેતા એમ.આર યુવાનને સાઈડ આપવા બાબતે કારચાલક અને અન્ય કારમાં આવેલા તેના મિત્રો સહિતનાએ પાઇપ અને ઢીકાપાટુ વડે મારમાર્યેા હતો. આ શખસોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે અંગે યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેટ સ્ટેશનમાં પાંચ શખસો સામે ફરિયાદ નોંધાવી છે.
નાગેશ્વર જામનગર રોડ પર ભવાની ચોક પાસે કલ્પસૂત્ર એપાર્ટમેન્ટમાં રહેતા આનંદકુમાર વિજયકુમાર શુકલ (ઉ.વ ૩૯) દ્રારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્વીટ નંબર જીજે ૩ કેપી ૨૦૦૧ નો ચાલક તેની સાથેના ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સમર્થ લાઈફ સાયન્સમાં મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી કરે છે. ગત તારીખ ૧૪૭ ના તે નાગેશ્વર મેઇન રોડ પરથી ઘર તરફ જતો હતો ત્યારે અહીં જૈન દેરાસર પાસે પહોંચતા તેની પાછળ એક વાહનચાલક સતત હોર્ન વગાડતો હોય પરંતુ આગળ પણ વાહન આવતા હોય જેથી તે વાહન આગળ નીકળી શકતું ન હતું બાદમાં આ સ્વીટ ચાલકે પોતાની કાર આગળ કરી હાથથી ઈશારો કરી યુવાનને ઉભા રહેવા કહ્યું હતું.
બાદમાં કારચાલકે નીચે ઉતરી યુવાનને વાહન સરખું ચલાવવાનું કહી ગાળો આપી હતી. આ સાથે તેણે પોતાના કોઈ મિત્રોને કોલ કર્યેા હતો જેથી યુવાને પણ ૧૦૦ નંબર પર કોલ કર્યેા હતો દરમિયાન અન્ય એક અન્ય કાર અહીં આવી હતી અને તેમાંથી ચાર શખસો પ્લાસ્ટિકના પાઇપ લઇ નીચે ઉતર્યા હતા. સ્વીટ કારના ચાલકે યુવાને ફડાકો માર્યેા હતો અને બાદમાં આ શખસોએ પાઇપ વડે યુવાનને માર મારતા એક પાઇપ તુટી જતા બીજો પાઈપ લઈ આવી તેના વડે મારમાર્યેા હતો અને ઢીકાપાટુનો પણ માર્યેા હતો.
આ શખસોએ ધમકી આપી હતી કે, તું અમને ઓળખતો નથી અમા બેગ્રાઉન્ડ પોલીસમાં છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાન અહીંથી ભાગવા જતા તેનો પીછો કરી તેને ફરી માર્યેા હતો બાદમાં યુવાન જેમતેમ કરી ઘરે પહોંચ્યા બાદ આ બાબતે કોઈને જાણ કરી ન હતી
વાહનનો નંબર યાદ ન હોય દોઢ માસ બાદ કાર દેખાતા ફરિયાદ કરી
યુવાનને કારનો નંબર ૨૦૦૧ જ યાદ હોય તેની સિરીઝ યાદ ન હોય જેથી જે તેણે તે સમયે ફરિયાદ કરી ન હતી બાદમાં આ કાર નાગેશ્વર રોડ પર જોવા મળતા તેની સિરીઝ જીજે ૩ કેપી ૨૦૦૧ હોવાનું માલુમ પડતાં તેણે આ મામલે હવે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech