સાયબર ફોડમાં સામાન્ય રૂપિયાની લાલચમાં પોતાના બેન્ક એકાઉન્ટ ભાડે આપનારાઓ પર રાજ્યભરમાં "ઓપરેશન મ્યુલ હન્ટ" અંતર્ગત ઝુંબેશ નો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથક અને ભક્તિનગર પોલીસે પાંચ ગુના દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ સાયબર ક્રાઈમ અને ભક્તિનગર પોલીસ મથકમાં ફ્રોડ અંગે ગુના દાખલ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલની તપાસમાં સુધીરભાઈ સુતરિયાએ પોતાનુ બેંક એકાઉન્ટ ૪ હજારનાં કમિશનની લાલચમાં આપી દીધું હતું. જે બેન્ક એકાઉન્ટમાં પણ ગુનો નોંધાવાયો છે.
ગેમિંગ અને ફ્રોડના ૧૯.૨૬ લાખ જમા થયા હતા. જેથી આ બંને આરોપીઓ સામે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી અંકુર કિરીટ સંચાણિયા રહે. અરવિંદ મણિયાર શેરી નં.૨૪, હુડકોએ પાંચ હજારની લાલચમાં પોતાના ઓળખીતા યશપાલ વાસુદેવ નિમાવતને પોતાનું બેન્ક એકાઉન્ટ આપી દીધું હતું. જેમાં સાયબર ફ્રોડના ૧ લાખ જમા થયા હતા. જેથી બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે.
બીજી ફરિયાદમાં પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ સોલંકીએ નોંધાવી હતી જેમાં આરોપી રણજિત જયંતીલાલ ખંડવી રહે. મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.ર, પારેવડી ચોક કડિયાકામની મજુરી કરે છે. જેણે મિત્ર હિરેન સોલંકીને પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું.
ત્રીજી ફરિયાદમાં સાગર પ્રફુલભાઈ રવરાણી (રહે. વિવેકાનંદનગર, કોઠારીયા રોડ અને અમૃત અશોકભાઈ રાવલ રહે. સત્યમ પાર્ક, ૮૦ ફૂટ રોડ સામે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે. જેમાં જણાવ્યું છે કે, સાગરના બેંક ખાતામાં અમૃતે ગેમિંગના રૂા. ૩.૬૨ લાખ અને ૧૪,૯૦૦ નાખ્યા હતા. જે તેણે ઉપાડી અમૃતને આપી દીધા હતા. જેમો તેને ૨૫૦૦નું કમિશન મળ્યું હતું.
ચોથી ફરિયાદમાં હિતેષ હસમુખલાલ માંડલીયા રહે. કરણપરા અને સ્મીત મુકેશભાઈ ઝીંઝુવાડીયા રહે. રૈયારોડ વાળા સામે ગુનો નોંધાયો છે. જેમાં જણાવ્યુંકે, ખાતા ધારક હિતેષના બેંક ખાતામાં આવેલા રર લાખ ઉપાડી તેણે સ્મીતને આપતા તેને ૧૦ હજાર મળ્યા હતા.
પાંચમી ફરિયાદમાં અલીઅસગર ગુલામહુશેન શેખ ઉ.વ.૨૨, રહે. લક્ષ્મીનો ઢોરો અને અમન સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં જણાવ્યુ કે, સાયબર ફ્રોડના રૂા.૫ લાખ બેંક ખાતામાં મેળવી વિડ્રો કરી લીધા હતા.